Get The App

1.73 કરોડના સાઈબર ફ્રોડના ગુનામાં બે આરોપીઓ ઝડપાયા

Updated: Sep 23rd, 2024

GS TEAM

Google News
Google News
1.73 કરોડના સાઈબર ફ્રોડના ગુનામાં બે આરોપીઓ ઝડપાયા 1 - image

- સુરત અને અમદાવાદના શખ્સોની અટકાયત

- ઈન્વેસ્ટમેન્ટ કંપનીના અધિકારીની ઓળખ આપી ખેડા જિલ્લાના રોકાણકારને છેતર્યા હતા

નડિયાદ : ખેડા જિલ્લાના એક રોકાણકાર સાથે ઇન્વેસ્ટમેન્ટ કંપનીના અધિકારીની ઓળખ આપી મળતિયાના એકાઉન્ટમાં રૂા. ૧.૭૩ કરોડ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું. જે અંગે ગુનો નોંધાયા બાદ સાયબર ક્રાઇમ ખેડા પોલીસે સાયબર ફ્રોડ કરતી ટોળકીના સુરત અને અમદાવાદના બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમ ખેડા નડિઆદ પોલીસ સ્ટેશનમાં તા.૧૨/૦૯/૨૦૨૪ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ફરીયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે શેર, બ્લોક ટ્રેડીંગ તથા નવા એસએમઈ-આઈપીઓની ડમી એન્ટ્રીઓ બતાવી, ફરીયાદીને પાંચ કરોડ રૂપિયાના પ્રોફિટનો ખોટા બનાવટી દસ્તાવેજની ઈન વોઇસ સોફ્ટ કોપી મોકલી આપી હતી. બાદમાં વિશ્વાસમાં લઇ અત્યાર સુધીમાં ઓનલાઇન રૂપિયા તેમના મળતીયાના બેન્ક ખાતામાં ભરાવડાવી રોકાણકાર ફરીયાદી સાથે રૂ.૧,૭૩,૪૭,૯૯૪ના સાયબર ફ્રોડ કર્યાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટશનમાં ગુનો નોંધાવામાં આવ્યો હતો. 

જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ ટીમે આરોપીના મળતીયા બેન્ક એક્સિસ બેન્કના કરંટ એકાઉન્ટમાં જમા થયેલા જે એકાઉન્ટ હોલ્ડરની તપાસ કરતા એકાઉન્ટ ધારકે પોતાનો ગુનો કબુલ કરેલો છે. આ ઇન્વેસ્ટ કરવાના બહાને છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીમાં મેહુલભાઇ કનુભાઇ રામજીભાઇ લુણાગરીયા (પટેલ)રહે. સુરત ભગવતી કૃપા સોસાયટી, પરમહંશ સ્કુલની સામે, સરથાણા જકાતનાકા સુરત સીટી વરાછા, સુરત જ્યારે બીજો આરોપી જયેન્દ્રભાઇ ઉર્ફે જયેશ મહેન્દ્રભાઇ હીરપરા રહે. અમદાવાદ શહેર, મારૂતિ રો-હાઉસ, સુભાષચોક મેમનગર, અમદાવાદવાળા હોવાનું જણાવ્યું છે.