Get The App

કપડવંજના નવાગામ પગાર કેન્દ્ર શાળાનું કામ વિલંબમાં મૂકાયું

Updated: Sep 2nd, 2024

GS TEAM

Google News
Google News
કપડવંજના નવાગામ પગાર કેન્દ્ર શાળાનું કામ વિલંબમાં મૂકાયું 1 - image

કપડવંજ : કપડવંજના નવાગામ પગાર કેન્દ્ર શાળાના નવા મકાનનું બાંધકામનું ટેન્ડર સાબરકાંઠા જિલ્લાની પી.એચ.પટેલ એજન્સીને અપાયું હતું. આ શાળાની કામગીરીનું કામ છેલ્લા કેટલાક સમયથી વિલંબમાં પડયું હોવાની રજૂઆત વાલીઓ અને એસએમસી સભ્યોએ સરપંચ તથા ઉચ્ચકક્ષાએ કરી હતી. આ અંગે શાળા સમિતિના અધ્યક્ષ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર બળદેવભાઈ પટેલ હાલમાં વિદેશમાં છે અને શાળામાં કામકાજ બંધ છે. જ્યારે સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયર સમીર શાહે જણાવ્યું હતું કે, શાળા બાંધકામની સમય મર્યાદા અગિયાર મહીનાની છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, અગિયાર મહિનાના સમયગાળામાં શાળાનું કામ પુરું થઈ જશે.