- વિરપુર તાલુકાના નાડા ગામની ઘટના
- જમવાની માથાકુટ હત્યામાં પરિણમી પિતાએ જ પોલીસને ઘટનાની જાણ કરી
નાડા ગામે રમેશભાઈ માલીવાડ અને તેમની પત્ની મધુબેન ખેતરના કામ અર્થે ગયા હતા અને ઘેર આવીને બેઠા હતા. તેવામાં તેમનો છોકરો પર્વત આવીને જમવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો. મધુબેને ખેતરમાંથી આવીને બેઠી છું, હવે બનાવું કહેતા સીધો પર્વત ગડદાપાટુનો માર મારતા બાજુમાં રહેતો ભત્રીજો ભરતભાઈ તેમને બચાવવાં વચ્ચે પડતા તેને પણ પર્વત માર મારવા લાગતા ભરત ભાગી ગયો હતો. જયારે પર્વતે ઘરમાં પડેલી લાકડીથી માથાના ભાગે ફટકા મારતા માતા મધુબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક માતાને તે જ જગ્યાએ છોડી પર્વત ભાગી ગયો હતો. આ બનાવ અંગે રમેશભાઈ દ્વારા વિરપુર પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.


