Get The App

બાધરપુરાથી વણાકબોરી ડેમ તરફનો રસ્તો બિસ્માર બનતા લોકોને હાલાકી

Updated: Aug 26th, 2024

GS TEAM

Google News
Google News
બાધરપુરાથી વણાકબોરી ડેમ તરફનો રસ્તો બિસ્માર બનતા લોકોને હાલાકી 1 - image

- બે તાલુકાને જોડતા રસ્તાનું સમારકામ કરવા માંગ

ઠાસરા : ઠાસરા તાલુકાના બાધરપુરાથી ગળતેશ્વરના ડાભસર આળબંધ થઈ વણાકબોરી ડેમ તરફ જતા રસ્તા ઉપર મહી કેનાલના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા હતા. જેથી ઠાસરા પેટા મહિ કેનાલની કચેરી દ્વારા ખાડાઓમાં મોટા કોરી વેસ્ટમાં મોટા મેટલ નાખવામાં આવ્યા છે. જેને કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે.  મોટા મેટલ નાખ્યા પછી મહી કેનાલ ખાતાના કર્મીઓ દ્વારા તેના પર રોલર ફેરવીને પીચિંગ ન કરાતા ડાભસર, અગાડી, વૈડદ, તરગૈયાં, સોનયા, રસુલપુર, પડાલ સુધીના ગામોના લોકોને હાલાકી વેઠવી પડી રહી હોવાના આક્ષેપ ઉઠયા છે. ત્યારે રસ્તા પર રોલર ફેરવીને રસ્તો પીચિંગ કરવામાં આવે તેવી બે તાલુકાના ૨૫થી વધુ ગામોના લોકોની માંગણી છે. તેમજ બૈધરપુરા ગામથી પડાલ ગામ સુધીનો ૧૦ કિલોમીટરનો મહિ કેનાલ ઉપરનો રસ્તાના સમારકામની માંગ ઉઠી છે.