- મોસાળમાં જ ભાણિયાઓના મૃત્યુ
- અમદાવાદના વાસણાથી આવેલા 4 મિત્રો વહેરામાં નહાવા ગયા હતા
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈનગરમાં રહેતા બે યુવાનો ચેતનભાઈ રયેમભાઈ વાધેલા અને વિજયભાઈ રાવલિયા અન્ય બે મિત્રોને સાથે લઈને ખેડા તાલુકાના ખુમરવાડ ગામે મોસાળમાં આવ્યા હતા. ઉપરોક્ત મોસાળમાં આવેલા બે યુવાનો સહિત ચારે મિત્રો ખુમરવાડ ગામમાં આવેલા વહેરામાં નહાવા માટે ગયા હતા. નહાવા પડેલા ચારે મિત્રોમાંથી ચેતન વાઘેલા અને વિજય રાવલિયા વહેરાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યારે ડૂબી રહેલા યુવાનો સહિત ચારે મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી. બાદમાં સ્થાનિક તરવૈયાઓ સહિતના ગ્રામજનો ગામના વહેરા ખાતે આવી પહોંચ્યા હતા. બાદમાં બે મિત્રોને બહાર કઢાયા હતા. પરંતુ, વાસણાના ચેતન વાઘેલા અને વિજય રાવલિયા વહેરાના પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી બંનેના મોત થયા હતા. ખુમરવાડ ગામમાં મોસાળમાં આવેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત થયાના સમાચારથી ગામમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું. જ્યારે આ વાતની જાણ અમદાવાદના વાસણામાં સોરાઈનગરમાં રહેતા યુવાનોના ઘરે થતાં પરિવારે કલ્પાંત કરી મૂક્યો હતો. સોરાયનગરમાં પણ ગમગીનિ છવાઈ ગઈ હતી.


