નડિયાદ : રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે નડિયાદ આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી.
મંદિરના સંત નિર્ગુણ દાસ મહારાજ મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાને લઈ ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી આપી હતી. કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું. પીપલગમાં વૃક્ષારોપણ કર્યુ હતું આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.


