- બપોરે બે વાગ્યા બાદ જોરદાર વરસાદ ખાબક્યો
- નાની ભાગોળ, દૂધની ડેરી, પંચાયત ઘર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા
તારાપુર મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ,આણંદ જિલ્લામાં સર્વધિક ૩૦૨ મીમી જેટલો વરસાદ તારાપુરમાં નોંધાયો છે. બપોરે એકાએક મેઘરાજાનું આગમન થતા એકાદ કલાકમાં બે ઇંચ જેટલા વરસેલા વરસાદના પગલે ફરી એક વખત શહેરના નાની ભાગોળ, દૂધની ડેરી, પંચાયત ઘર , પંડયા ફળિયું સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.
પરંતુ વરસાદ સામાન્ય તથા રસ્તા પર ભરાયેલા પાણી ઓસરી ગયા હતા.ચાલુ વરસાદમાં નાની ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નાના ભૂલકાઓ પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.હાલ તારાપુર શહેર સહિત તાલુકાનાં વિસ્તારોમાં ડાંગરની રોપણી ચાલી રહી છે.રોપણી લાયક વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો.


