Get The App

કઠલાલ શહેરમાં સંપૂર્ણ લૉકડાઉનનો ચૂસ્ત અમલ થતા બજારો સૂમસામ

- કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે આગામી તારીખ 6 મે સુધી સંપૂર્ણ બંધ રહેશે

Updated: May 2nd, 2021

GS TEAM

Google News
Google News
કઠલાલ શહેરમાં સંપૂર્ણ લૉકડાઉનનો ચૂસ્ત અમલ થતા બજારો સૂમસામ 1 - image

નડિયાદ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામથકમાં જાહેર કરવામાં આવેલા સંપૂર્ણ લોકડાઉનનો ચુસ્ત અમલ જોવા મળ્યો હતો. દુકાનો અને વેપારધંધા બંધ રહેતા શહેરમાં દિવસ દરમિયાન  કોઈ હલચલ જોવા મળી ન હતી.

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા કઠલાલ નગરપાલિકા દ્વારા ૨-૫-૨૧થી ૬-૫-૨૧સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના પહેલા દિવસે જ ચુસ્ત  અમલ જોવા મળ્યો હતો. સવારે બે કલાક માટે દુગ્ધાલયો અને શાકભાજી-ફળોના વેપારીઓને છૂટ આપવામાં આવી છે. 

સવારે થોડી ચહલપહલ જણાયા બાદ ૧૦ વાગ્યાથી સમગ્ર નગરમાં નિર્જનતા વ્યાપી ગઈ હતી અને તમામ મુખ્ય વિસ્તારો-રસ્તાઓ ખાલી જોવા મળ્યા હતા.