Get The App

સંક્રમણ ઘટતાં હવે નડિયાદથી અમદાવાદની લોકલ ટ્રેનો શરૂ કરવા મુસાફરોની માંગણી

Updated: Sep 4th, 2021

GS TEAM

Google News
Google News
સંક્રમણ ઘટતાં હવે નડિયાદથી અમદાવાદની લોકલ ટ્રેનો શરૂ કરવા મુસાફરોની માંગણી 1 - image


- કોરોનાના કહેરને લઇને રેલવે વિભાગે લોકલ ટ્રેન બંધ કરી દીધી હતી

- ટ્રેનના અભાવે હજારો લોકો જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી માટે બમણુ ભાડુ ચૂકવવા મજબૂર : માસિક પાસ પણ શરૂ કરો

નડિયાદ :  ખેડા જિલ્લામાં કોરોનાના કહેર ઓછો થતા લોકલ ટ્રેન વ્યવહાર શરૂ કરવા માંગ ઉઠી છે. હજારો અપડાઉન કરતા લોકો હાલ મોઘવારીના મારમાં પિસાતા જાય છે.રેલ્વે વિભાગ દ્વારા ટ્રેનો શરૂ કરાઇ  છે પરંતુ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરતા અપડાઉન કરતા લોકોની હાલત કફોડી બની છે.ચરોતર પ્રદેશમાં લોકલ ટ્રેનો સાથે માસિક પાસ શરૂ કરવા માંગ ઉઠી છે.

ખેડા જિલ્લામાં કોરોનાકાળ પહેલા એકસપ્રેસ ટ્રેનોની સાથે આશરે ૮ જેટલી લોકલ ટ્રેનો દોડાવવામાં આવતી હતી.જેમાં આશરે પાંચ થી સાત હજાર જેટલા મૂસાફરો અને અપડાઉન કરતા લોકોને લાભ મળતો હતો.વળી ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ પણ મૂસાફરી કરતા હતા.કોરોના કાળમાં ટ્રેનો બંધ થવાથી ટ્રેનોમાં મૂસાફરી કરતા લોકોને ન છુટકે બસ અથવા ખાનગી સાઘનોમાં મૂસાફરી કરવાનો વારો આવ્યો છે.મૂસાફરોને ખાનગી સાઘનોમાં જીવના જોખને મૂસાફરી કરવી પડી રહી છે.કેટલીક બસો બસસ્ટેન્ડમાંથી પૂરતી સંખ્યામાં આવતી હોવાના કારણે રસ્તા પર બસની રાહ જોઇને ઉભા રહેલ મૂસાફરોને કલાકો ઉભા રહેવા બાદ બસ મળે છે.જેના કારણે મૂસાફર નિશ્ચિત સમય કરતા ઓફિસે કે કામના સ્થળે મોડા પહોચે છે.જેના કારણે કેટલાક વ્યક્તિઓને અમદાવાદ શહેરમાં સારા પગારે મળેલ નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો છે.કોરોના હળવો થતા રેલ્વે વિભાગ દ્વારા તબક્કાવાર ટ્રેનો પણ શરૂ કરવામાં આવી રહી છે.પરંતુ એકસપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત કરી દોડાવવામાં આવી રહી છે.વળી કેટલીક ટ્રેનો સ્ટોપેજની સંખ્યા ઘટાડી દેવાઇ છે.વળી સ્ટોપેજ આપેલ રેલ્વે સ્ટેશન પરથી મૂસાફરોએ ટીકીટ લઇને બેસવાનુ હોય છે.ચરોતર પ્રદેશના નડિયાદ, ગોઠાજ, મહેમદાવાદ, નેનપુર, કનીજ, બારેજડી, ગેરતપુર થી મોટી સંખ્યામાં લોકો વટવા અપડાઉન કરતા હતા.હાલ ટ્રેન વ્યવહાર બંધ હોવાના કારણે હજારો મૂસાફરોને બસ અથવા ખાનગી સાઘનમાં બમણુ ભાડુ ભરી જવાનો વારો આવ્યો છે.ટ્રેનના માસિક પાસના પૈસા બસ મૂસાફરીમાં ચાર થી પાંચ દિવસમાં થઇ જતા હોવાનુ ઉમેર્યુ હતુ.

ટુકા પગારે કામ કરતા મધ્યમવર્ગીય પરિવારોને રોજ બસ કે ખાનગી સાધનોના ભાડુ ભરી શકે તેવી સ્થિતી ન હોવાનુ જણાવી રહ્યા છે.ટ્રેનમાં અપડાઉન કરતા મૂસાફરો માટે રેલ્વે દ્વારા આપવામાં આવતા માસિક પાસ કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવ્યા હતા જે હાલ શરૂ કરાયા નથી.જેના કારણે મૂસાફરો ન છુટકે બમણુ ભાડુ આપી સુપરફાસ્ટ ટ્રેનોમાં મૂસાફરી કરવી પડે છે.તાજેતરમાં રેલ્વે વિભાગ દ્વારા શરૂ કરાયેલ ટ્રેનોમાં સંકલ્પ એકસપ્રેસ ટ્રેન (વડોદરા-અમદાવાદ) અને સૌરાષ્ટ્ર એસકપ્રેસ ટ્રેન પોરબંદર- મૂબઇ શરૂ કરાઇ છે.પરંતુ આ ટ્રેનમાં મૂસાફરી કરવા માટે મૂસાફરોએ દરરોજ ટીકીટ લઇને મૂસાફરી કરવી પડતી હોવાનુ જણાવ્યુ હતુ.જેથી કોરોના કાળ બાદ રેલ્વે દ્વારા બંધ કરાયેલ માસિક પાસ અને લોકલ ટ્રેનો શરૂ કરવા માંગ ઉઠી છે.

કઈ કઈ ટ્રેનો શરૂ કરવા માંગ ઉઠી 

૧)મેમૂ ટ્રેન આણંદ-અમદાવાદ, ૨)મેમૂ ટ્રેન બરોડા થી અમદાવાદ, ૩)મેમૂ અમદાવાદ-વડોદરા, ૪)મેમૂ ગાંધીનગર-ગોધરા , ૫)પેસેન્જર લોકલ વિરમગામ-વલસાડ, ૬)લોકલ ટ્રેન અમદાવાદ થી મૂબઇ , ૭)ગુજરાત ક્વીન વલસાડ થી અમદાવાદ, ૮)ગુજરાત એકસપ્રેસ અમદાવાદ થી મૂંબઇ સેન્ટ્રલ , ૯)ઇન્ટરસિટી એકસપ્રેસ જામનગર-બાન્દ્રા. ૧૦)ઇન્ટરસિંટી એકસપ્રેસ વડોદરા થી અમદાવાદ

નડિયાદથી અમદાવાદનું લોકલ-એકસપ્રેસ બસનું ભાડું

નડિયાદ થી અમદાવાદ લોકલ (વાયા મહેમદાવાદ)-૩૨ 

નડિયાદ થી અમદાવાદ લોકલ (વાયા ખેડા )- ૪૦

નડિયાદ થી અમદાવાદ એકસપ્રેસ બસ (એકસપ્રેસ હાઇવે )-૫૨

નડિયાદ થી અમદાવાદ  એકસપ્રેસ બસ ખેડા-૫૪

નડિયાદ થી અમદાવાદ એકસપ્રેસ (વાયા મહેમદાવાદ)-૪૭

કોરોનાની બીજી લહેર બાદ શરૂ કરાયેલી વિશેષ ટ્રેનો

૧)જલબપુર એકસપ્રેસ જબલપુર થી સોમનાથ 

૨)ગુજરાત મેલ અમદાવાદ થી મૂબઇ

૩)સૌેરાષ્ટ્ર એકસપ્રેસ પોરબંદર-મૂબઇ

૪)શાંતિ એકસપ્રેસ અમદાવા-ઇન્દોર

લોકલ-એકસપ્રેસ ટ્રેનનું ભાડું અને માસિક પાસ ભાડું

નડિયાદ થી અમદાવાદ લોકલ રૂા.૧૫ 

નડિયાદ થી અમદાવાદ એકસપ્રેસ-૩૦

નડિયાદ થી અમદાવાદ માસિક પાસ ભાડુ-રૂા. 270

ટ્રેનો ચાલુ કરવા સોશિયલ મીડિયા કેમ્પેઈન

કોરોના કાળમાં બંધ થયેલ ટ્રેનો શરૂ કરવા મહેમદાવાદ અને આસપાસના ગામના લોકોએ સોશીયલ મિડીયા કેમ્પેઇન ચલાવ્યુ હતુ.છેલ્લા દોઢ વર્ષથી  લોકલ અને એકસપ્રેસ ટ્રેનો શરૂ કરવા મૂહિમ ચલાવી છે.આ અંગે સ્થાનિક ધારાસભ્ય અને ખેડા સાંસદને સોશીયલ મિડીયા થકી માંગ કરાઇ હતી.જોકે તાજેતરમાં સંકલપ એકસપ્રેસ ટ્રેન શરૂ થતા રાજીપો વ્યક્ત કર્યો હતો.પરંતુ આગામી દિવસોમાં વધુ ટ્રેનો અને માસિક પાસ શરૂ કરવા માંગ કરાઇ છે.

Tags :