Get The App

પીપલગ બુલેટ ટ્રેનના ગોડાઉનમાંથી સ્ટીલની 120 પ્લેટો તસ્કરો ચોરી ગયા

Updated: Sep 9th, 2024

GS TEAM

Google News
Google News
પીપલગ બુલેટ ટ્રેનના ગોડાઉનમાંથી સ્ટીલની 120 પ્લેટો તસ્કરો ચોરી ગયા 1 - image

- રૂા. 44 હજારનું 364 કિ.ગ્રા. સ્ટીલ ચોરાયું

- સિક્યુરિટી સુપરવાઈઝરની ભૂમેલના 3 શખ્સો વિરૂદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ 

નડિયાદ : ખેડા જિલ્લામાંથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થાય છે. પીપલગ બુલેટ ટ્રેનના ગોડાઉનમાંથી કોઈ તસ્કરો ૩૬૩.૯૯ કિ.ગ્રા.ની સ્ટીલની ૧૨૦ પ્લેટો ચોરી ગયા હતા. આ અંગે સિક્યુરિટી સુપરવાઇઝરે ભુમેલના ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવતા નડિયાદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા જિલ્લામાં નડિયાદ પાસેથી બુલેટ ટ્રેનની લાઈન પસાર થાય છે. જેનો માલ સામાન તેમજ કર્મચારીઓને રહેવા માટે પીપલગ શાક માર્કેટ નજીક સ્ટોક યાર્ડ ગોડાઉન આવેલું છે. આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર સાઈડ સુપરવાઇઝરની નોકરી કરતા રામનિવાસ નિર્મલસિંહ મિશ્રા પીપલગ સ્ટોક યાર્ડમાં ગેટ ઉપર ફરજ પર હતા. દરમિયાન સિક્યુરિટી ગાર્ડનો ફોન આવેલો કે, પીપલગ યાર્ડમાં બ્રિજ જોઈન્ટ કરવા માટેની સ્ટીલની પ્લેટો નંગ ૧૨૦ વજન ૩૬૩.૯૯ કિલોગ્રામ કિંમત રૂ.૪૩,૬૭૮ જણાતી નથી. આ બાબતે તપાસ કરતાં આ સમયે યાર્ડમાં આવેલા ઈસમની પૂછપરછ કરતાં ભૂમેલનો ધીરજસિંહ અર્જુનસિંહ પરમાર આવ્યો હતો. 

તેની પૂછપરછ કરતા નિલેશ મનુભાઈ તેમજ જયેશ ઉર્ફે જીગર મંગળભાઈ પરમાર આ ત્રણેય ઈસમો સ્ટીલની પ્લેટો ચોરી ગયાનું બહાર આવ્યું હતું. 

આ બનાવ અંગે સિક્યુરિટી સુપરવાઇઝર રામનિવાસ નિર્મલસિંહ મિશ્રાની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ધીરજ અર્જુનસિંહ પરમાર, નિલેશ મનુભાઈ પરમાર તેમજ જયેશ ઉર્ફે જીગર મંગળભાઈ પરમાર તમામ રહે.ભૂમેલવાળા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.