Get The App

કઠલાલમાંથી એસએમસીએ 1.99 લાખના દારૂ સાથે બુટલેગરને પકડયો

Updated: Jul 20th, 2024

GS TEAM

Google News
Google News
કઠલાલમાંથી એસએમસીએ 1.99 લાખના દારૂ સાથે બુટલેગરને પકડયો 1 - image

- લસુન્દ્રા બસ સ્ટેન્ડ પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ

- રૂા. 7.04 લાખનો મુદ્દમાલ જપ્ત કરી ઝડપાયેલા અમદાવાદના બુટલેગર સહિત બે શખ્સો સામે ગુનો નોંધાયો

નડિયાદ : ખેડા જિલ્લામાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગની ટીમે કઠલાલના લસુન્દ્રા નજીકથી વિદેશી દારૂની ડિલિવરી કરવા નીકળેલા એક લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડયો છે. અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર બાલાસિનોરથી લસુન્દ્રા થઈ નડિયાદ તરફ જઈ રહેલા અમદાવાદના બુટલેગરને પકડી તેની પાસેથી ૧.૯૯ લાખના વિદેશી દારૂ, ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ઝડપાયેલા બુટલેગર સહિત આ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો સામે પણ ગુનો નોંધ્યો છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગની ટીમે મોડી રાત્રે ૩.૩૦ વાગ્યાના અરસામાં અમદાવાદ-ઈન્દૌર રોડ પર કઠલાલ નજીક લસુન્દ્રાના બસ સ્ટોપ પાસે એક સ્વીફ્ટ ગાડીને પકડી હતી. જે ગાડીની તપાસ કરતા પાછળના ભાગે કાળા કપડાની આડમાં બોક્સની અંદર વિદેશી દારુ ભરેલો હતો. તેમજ ડીક્કીમાં પણ વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતા તેનું નામ મહેબુબભાઈ અબ્દુલસત્તાર શેખ (રહે. શાહપુર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કઠલાલ પોલીસને બોલાવી અને હદ નક્કી કર્યા બાદ કાર અને આરોપીને પોલીસ જાપ્તામાં કઠલાલ પોલીસ મથક લઈ ગયા હતા. જ્યાં વિદેશી દારૂનો મુદ્દામાલ ગણતા દારૂની ૧,૨૫૭ બોટલો જેની કિંમત ૧,૯૮,૫૧૬ ગણી જપ્ત કરી હતી.પોલીસે વધુ પૂછપરછ કરતા, આરોપી અનેય પોલીસ મથકોમાં પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું હતું. આરોપીએ પોતે અમદાવાદના હુસૈન નામના વ્યક્તિના કહેવાથી આ કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેમજ પિન્ટુ નામના વ્યક્તિએ આ દારૂ લાવવા માટે લોકેશન નાખ્યું હોવાનો એકરાર કર્યો હતો. 

આ મામલે કઠલાલ મથકે ઝડપાયેલા આરોપી મહેબુબ શેખ, હુસૈન અને પિન્ટુ સહિત કારના માલિક સામે ફરિયાદ દાખલ કરી છે કુલ ૭,૦૪,૨૬૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.