Get The App

વહેરાખાડી સુકી નહેર પાસેથી છ શખ્સો જુગાર રમતા ઝડપાયા

Updated: Jul 29th, 2024

GS TEAM

Google News
Google News
વહેરાખાડી સુકી નહેર પાસેથી છ શખ્સો જુગાર રમતા ઝડપાયા 1 - image

- ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી

- જુગારીઓ પાસેથી રોકડ, મોબાઈલ સહિત રૂા. 41 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

આણંદ : વહેરાખાડી સુકી નહેર પાસેથી જુગાર રમતા ૬ જુગારીઓ ખંભોળજ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તમામ પાસેથી ૪૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી.

ખંભોળજ પોલીસ શનિવારે મોડી સાંજે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સારસા ચોકડી પાસે પહોંચી હતી. ત્યારે વહેરાખાડી સુકી નહેર નજીક ખુલ્લા ખેતરમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાતો હતો. જ્યાં પોલીસે દરોડો પાડીને રિયાઝમીયા મહેબુબમિયા સૈયદ, સમીરભાઈ સાબીરભાઈ ચૌહાણ, જાવેદશા કરીમશા દિવાન, હજરતભાઈ કાસમભાઈ દિવાન, સદ્દામશા કરીમશા દિવાન, ગોપાલભાઈ અર્જુનસિંહ રાજ તમામ છ રહે. વહેરાખાડી ગામવાળાને પત્તા પાનાનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પકડાયેલા જુગારીઓની અંગજડતીમાંથી ૧૪,૧૮૦, દાવ ઉપરથી ૬૬૩, મોબાઈલની કિંમત રૂા. ૨૦,૫૦૦ સહિત રૂા. ૪૧,૩૧૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી.