એક સાથે 20 કેસ, ત્રણના મોત
- સંતરામ મંદિરના સેવકનું કોરોનાથી મોતઃ લાખો ભક્તોમાં શોકની લાગણી
નડિયાદ, તા.8 જુલાઈ 2020, બુધવાર
ખેડા જિલ્લામાં આજે વીસ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. આથી જિલ્લામાં કોરોના દર્દીઓનો આંકડો ત્રેવડી સદીએ પહોંચ્યો છે.આજે પણ જિલ્લામાં વધુ ત્રણ કોરોના દર્દીઓનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી જિલ્લાના ૩૦૧ કોરોના દર્દીઓ પૈકી ૧૩૦ ને ડિસ્ચાર્જ અપાઇ ગયો છે, જ્યારે જિલ્લાનો કુલ મૃત્યુ આંક ૨૧ નોંધાયો છે.વડામથક નડિયાદ શહેરમાં જ ૧૫૦થી વધુ કોરોના પોઝીટીવ નોંધાઇ ચૂક્યા છે.
છેલ્લાં દશ દિવસથી અવિરત્ નડિયાદ શહેરમાં રોજ દશથી વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આથી શહેરના મોટા ભાગના વિસ્તારો કન્ટેઇન્મેન્ટમાં લોકડાઉન થયા છે. આજે નડિયાદ ઉપરાંત કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ અને માતર મથકોમાં પણ કોરોના દર્દીઓ સામે આવ્યા છે.
નડિયાદ શહેરમાં આજે ફરી એક વખત ૧૧ જેટલા દર્દીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. જેમને શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને શ્લોક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજે સવારથી જાહેર થયેલા કોરોના દર્દીઓના રહેઠાણને કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે લોકડાઉન કરવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે. નડિયાદના બે વ્યક્તિઓના કોરોનાથી મોત થવાથી શહેરમાં હાહાકાર મચ્યો છે.
કઠલાલ શહેરમાં આજે પહેલી વખત રેકોર્ડ બ્રેક પાંચ દર્દીઓ એકસામટા કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાં મોટા ભાગના હેરકટીંગ સલુન વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી ત્રણ દિવસ સુધી કઠલાલના બજારોમાં વાળ કાપવાની દુકાનો બંધ પાડવાનું નક્કી કર્યું છે. જ્યારે કપડવંજમાં પણ આજે ફરીથી ત્રણ કોરોના પોઝીટીવ દર્દીઓ જાહેર થતા શહેરના કાછીયાવાડ અને ઘાંચીવાડ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખનું કોરોનાથી મોત થયું
નડિયાદ, તા.8 જુલાઈ 2020, બુધવાર
ખેડા જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ ડી.આર.શાહ નુ કોરોના કારણે મૃત્યુ નિપજયુ છે.ખેડા જિલ્લા પેન્શન મંડળના સતત ૧૨ વર્ષ સુધી પ્રમુખ રહ્યા છે.મૂળ કઠલાલના હતા અને ઉત્તરસંડામાં સ્થાઇ થયા હતા.તેઓ તેમના દિકરા સાથે વડોદરા ખાતે રહેતા હતા.નડિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ઓ.એસ તરીકે ફરજ બજાવી હતી.વર્ષ ૧૯૮૮ માં તેઓ નિવૃત થયા હતા.અને વર્ષ-૨૦૦૮ થી ખેડા જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ હતા.આ અંગે ખેડા જિલ્લા પેન્શનર મંડળના મંત્રી મહેશભાઇ જોશીએ જણાવ્યુ હતુ કે જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ દશરથભાઇ શાહ અને ઉપપ્રમુખ પ્રવિણભાઇ સોનીનુ કોરોના કારણે દુઃખદ અવશાન થતા તમામ હોદેદારો અને કારોબારી સભ્યોએ બંને સદગત આત્માને શ્રધ્દાંજલી પાઠવી હતી.આ ઉપરાંત પેન્શનર મંડળના સભ્યોએ ટેલીફોનિક શ્રધ્ધાંજલી પાઠવી હતી.તમામ પેન્શનરો ઘેર બેઠા તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે તેવી વિનંતી કરી છે.
કપડવંજના યુવાનનો કોરોનાએ ભોગ લીધો જિલલામાં અત્યાર સુધીમાં 21 વ્યક્તિનાં મોત
નડિયાદ, તા.8 જુલાઈ 2020, બુધવાર
ખેડા જિલ્લામાં આજે કોરોનાના કારણે ત્રણ મોત નોંધાયા છે. જેમાં નડિયાદ શહેરના બે દર્દીઓ અને કપડવંજના એક યુવાનનું અવસાન થયું છે. આજે ચરોતરના પ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરના એક ખાસ સેવકનું પણ કોરોનાને કારણે મોત નિપજ્યું છે. આથી સંતરામના લાખો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ૬૫ વર્ષિય કનુભાઇ મોહનભાઇ પ્રજાપતિ છેલ્લાં દશ દિવસથી કોરોના સામેની લડતમાં આજે બપોરે હારી ગયા છે. ખેડા જિલ્લામાં અને તેના વડામથક નડિયાદ શહેરમાં કોરોનાના કહેરે માઝા મૂકી છે. છેલ્લાં દશ દિવસથી દરરોજ સરેરાશ દશથી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓ આવે છે અને દરરોજ ત્રણથી ચાર દર્દીઓ અવસાન પણ પામે છે. જેમાં આજે સંતરામ મંદિરના અદના સેવક કનુભાઇ પ્રજાપતિ પણ દેવલોક પામ્યા છે. તેઓ નડિયાદ શહેરના ઇન્દિરા ગાંધી રોડ પર આવેલ શિવાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા હતા. અને સવાર સાંજ સંતરામ મંદિરમાં આવીને સેવાઓ બજાવતા હતા.
આ ઉપરાંત નડિયાદના સતીષભાઇ પટેલ પણ કોરોનાને કારણે અવસાન પામ્યા છે. તેઓ શહેરના પીજ રોડ ઉપર આવેલ નારાયણપાર્ક સોસાયટીમાં રહેતા હતા અને ગત્ રાત્રે તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં આજે તેઓ મૃત જાહેર થયા છે. આ ઉપરાંત કપડવંજ તાલુકાના આંત્રોલી ગામે મોટા સૈયદવાડામાં રહેતા ૩૬ વર્ષિય મોહંમદ સોએબ આઇ.સૈયદનું આજે નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં અવસાન થયું છે.
આજે નોંધાયેલા નડિયાદ શહેરના કોરાનાના દદીઓ
પુષ્પાબેન
હસમુખભાઇ પટેલ ઉં.૬૫ |
મૂક્તાનંદ
નગર |
જ્યોત્સનાબેન
બેન જગદિશભાઇ પટેલ |
છાંટીવાડ |
અખતાર
હુસેન એસ.મુનશી |
બોમ્બે
રેસ્ટોરન્ટ |
કરીમાબેન
રહીમભાઇ સાંભઇ |
વ્હોરવાડ |
અનિલભાઇ
શાંતિલાલ ચૌહાણ |
અમદાવાદી
બજાર |
અનવરભાઇ
એસ.વ્હોરા |
ફીરદોસ
સોસાયટી |
સલીમભાઇ
ગુલામનબી વ્હોરા |
કણજરી |
તેજલભાઇ પૂનમભાઇ પટેલ |
અનેરી
હાઇસ્ટસ |
કઠલાલ, મહેમદાવાદ, કપડવંજના કોરાનાના દર્દીઓ |
|
સુનીલ
પ્રેમચંદ શર્મા ઉં.૩૯, |
વૃંદાવન
સોસાયટી |
રાજેન્દ્રકુમાર
પ્રેમચંદ શર્મા ઉં.૪૧, |
મંગલમૂર્તિ
સોસાયટી |
રામસ્વરૃપ
ગોપાલસીંગ સેન ઉં.૪૪, |
હરીહર
ફલેટ |
અંક્તિ
ભીખાભાઇ નાઇ ઉં.૪૭, |
હરીહર
સોસાયટી |
દિનેશભાઇ
જશવંતસિંહ રાઉલજી ઉં.૪૭ |
રધુનંદન
સોસાયટી |
બિપીનભાઇ
શાંતીલાલ પંચાલ ઉં.૫૧ |
રણછોડજી
પોળ,મહેમદાવાદ |
ભરતભાઇ
વિનુભાઇ ઠાકર ઉં.૫૮ |
નારાયણ
સોસાયટી,મહેમદાવાદ |
સુનીતાબેન
મહેશભાઇ જયસ્વાલ |
વસ્તીફળીયુ,મહેમદાવાદ |
બિહારીલાલ પી.કા.પટેલ ઉં.૬૮ |
કાછીયાવાડ,કપડવંજ |
મહંમદમીયા
લલ્લુમીયા ઘાંચી ઉં.૫૨ |
ઘાંચીવાડ,કપડવંજ |
સંજયભાઇ
રસિકભાઇ કા.પટેલ |
કાછીયાવાડ,કપડવંજ |