- ગેરકાયદે બાંધકામ દૂર કરવા માંગણી
- સત્તાધારી પક્ષના સભ્ય અને પ્લાનિંગ કમિટીના ચેરમેને જ નગરપાલિકામાં પત્ર લખીને રજૂઆત કરી
નડિયાદ : નડિયાદમાં બીયુ પરમિશન અને એનઓસી લીધા વગરના ગેરકાયદે કોમ્પ્લેક્સમાં ટોઈલેટ અને પાર્કિંગની જગ્યામાં દુકાનો બાંધી દીધી હોવાના આક્ષેપ સાથેની રજૂઆત હાલના સત્તાધારી પક્ષના સભ્ય અને પાલિકાના તત્કાલિન પ્લાનિંગ કમિટિના ચેરમેને પાલિકામાં રજૂઆત કરી છે.
નડિયાદ શહેરના છાંટીયાવાડ લીમડી વિસ્તારમાં ધનલક્ષ્મી કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર રીતે બી.યુ. પરમીશન લીધા વિના અને એન.ઓ.સી. વગર જ દુકાનો બાંધી દેવાઈ હોવાના આક્ષેપ સાથે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને તત્કાલિન પ્લાનિંગ કમિટિના ચેરમેન બબલદાસ ઉર્ફે વિજયભાઈ પટેલે લગાવ્યા છે. તેમણે નડિયાદ નગરપાલિકામાં આપેલી ફરીયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આ કોમ્પલેક્ષમાં ટોઈલેટ અને પાકગની જગ્યામાં પણ દુકાનોનું ચણતર કરી દેવાયું છે. અહીંયા નગરપાલિકાની મંજૂરીથી વધારે બાંધકામ કરાયું હોવાથી, તાત્કાલિક આ ગેરકાયદેસર બાંધકામ તોડી નાખવા માટેની માંગણી કરી છે.


