- વારંવાર ગટરો ઉભરાવાની સમસ્યા
- રજૂઆત બાદ સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમની તપાસમાં પોલ ખુલ્લી પડી
મહુધા : મહુધામાં નવી ખડકી વિસ્તારમાં ગટરની કુંડી બનાવી પરંતું કોન્ટ્રાક્ટરે પાઇલ લાઇન જ નાંખી ન હોવાની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે. આ વિસ્તારમાં વારંવાર ગટરની કુંડીઓ ઉભરાવાની ગંભીર સમસ્યા મામલે રહિશોએ પાલિકા તંત્રમાં રજૂઆત કરી હતી.
સ્થાનિક રહિશ દિલીપભાઈ શુકલે મહુધા પાલિકામાં આ અંગે રજૂઆતો કરી હતી. પાલિકામાં હોબાળો પણ મચાવ્યો હતો. રજૂઆત બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા બે ઇજનેર અને સફાઇ કામદારો સાથે સ્થળ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે પાઇલ લાઇન તો છે જ નહીં.
રહિશોએ માંગણી કરી છેકે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, આખા વિસ્તારમાં ગટર લાઇનનો સર્વે કરવામાં આવે તેમજ જ્યાં કુંડી બનાવી છે પરંતું પાઇલ લાઇન નાંખી નથી ત્યાં સત્વરે નવી પાઇપલાઇન નાંખવામાં આવે.


