Get The App

પોક્સોના ગુનામાં આરોપીને 5 વર્ષની કેદની સજાનો હુકમ

Updated: Oct 2nd, 2024

GS TEAM

Google News
Google News
પોક્સોના ગુનામાં આરોપીને 5 વર્ષની કેદની સજાનો હુકમ 1 - image

- આરોપીને રૂ. 10 હજારનો દંડ ભરવા આદેશ જો દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદ

ગોધરા : ગોધરાની કોર્ટે પોકસોના ગુનાના આરોપીને દોષિત માની 5  વર્ષની કેદની સજા ફરમાવી હતી.  આરોપી ધર્મેશભાઈ ઉર્ફે શૈલેષ કમળસિંહ બારીઆ રહે. પાદરડી, ભગત ફળીયુ, તા.શહેરા જિ.પંચમહાલે ફરીયાદીની સગીર વયની દીકરી સાથે શારિરીક અડપલા કરી છેડતી કરી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગુનો કર્યો હતો.

જે બાબતે શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપી ધર્મેશભાઈ ઉર્ફે શૈલેષ કમળસિંહ બારીઆની ધરપકડ કરી ગુન્હાનું કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું. જે કેસ ચોથા એડી. સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ ઉપર આવેલા પુરાવો ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ આર.એમ.ગોહીલની  દલીલના આધારે આરોપી ધર્મેશભાઈને તકસીરવાન ઠરાવ્યા બાદ સજા માટે સરકારી વકીલ એમ. કે.દેશમુખને સાંભળ્યા બાદ આરોપી ધર્મેશભાઈને કલમ ૩૫૪-એ (૧ ) (આઇ)મુજબ શિક્ષાપાત્ર ગુનામાં ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦  નો દંડ ફરમાવેલો અને જો આરોપી દંડ ના ભરે તો વધુ - ૩ માસની સખત કેદની સજા ફરમાવ્યો છે અને કલમ -૪૫૧ મુજબ શિક્ષાપાત્ર ગુનામાં ર વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫,૦૦૦ નો દંડ ફરમાવેલો છે .

આરોપી જો દંડના ભરે તો વધુ ૩ માસની સખત કેદની સજા ફરમાવેલ તથા પોકસો એકટની કલમ ૮ મુજબ શિક્ષાપાત્ર ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦  નો દંડ ફરમાવેલો છે અને જો દડના ભરે તો વધુ ૩ માસની સખત કેદની સજા ફરમાવેલો છે.