- બાલાસિનોરમાં સરપંચના પદને લાંછન લગાડતો કિસ્સો
- અંગત પળોના ફોટા- વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સરપંચે ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું
બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના સલિયાવડીના સરપંચે બળાત્કાર ગુજાર્યો હોવાની યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. જેથી દુષ્કર્મના ગુનામાં સલિયાવડીના સરપંચની ધરપકડ કરાઈ છે. ત્યારે તાલુકાના સરપંચ એસોસિએશન આ ઘટના સંદર્ભે રાહુલસિંહ ઝાલા ઉપર ફિટકાર વર્ષાવી રહ્યા છે.
સલીયાવડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીખે ફરજ બજાવતા રાહુલસિંહ પ્રતાપસિંહ ઝાલા યુવતીના મોબાઈલ પર અવાર- નવાર ફોન કરી સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવી પોતાને વશમાં નહિ થાય તો પોતાની સાથેના અંગત પળોના પાડેલા ફોટા તથા ઉતારેલા વિડિયો વાયરલકરવાની ધમકી આપી યુવતીને પોતાના ઘરે બોલાવી યુવતીના મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની યુવતીએ બાલાસિનોર ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે બાલાસિનોર ટાઉન પોલીસે આરોપી રાહુલ ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાસિનોર તાલુકાના સલિયાવડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલા દ્વારા બળાત્કાર જેવો ગંભીર ગુનો આચરતા રાજકીય આગેવાનો સહિત સરપંચ એસોયિેશનના સહિત સમગ્ર તાલુકામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે આરોપી સરપંચ રાહુલ ઝાલાએ અગાઉ તેઓની પંચાયતમાં દીકરીના જન્મ સમયે ૨૧૦૦ રૂપિયા માતા- પિતાને આપવાના અને દીકરી વધાવવાના બણગા પણ ફૂક્યા હતા.


