- મદદના બહાને ઠગાઈને અંજામ આપતા હતા
- 3 શખ્સો રાજસ્થાન તરફ ફરાર : નડિયાદમાં મહિલા સાથે 1.90 લાખની ઠગાઈના ગુનાનો ભેદ ઉકેલાયો
નડિયાદ ટાઉનના સર્વેલન્સ ટીમે પ્લેટીનીયમ પ્લાઝા પાસે બાઈક લઈને ઉભેલા અર્જુન રાજકુમાર સીસોદિયા (રહે.હરીદ્વાર, ઉત્તરાખંડ)ને ઝડપી પાડયો હતો.પૂછપરછ દરમિયાન તે અને અજય રાઠોડ (રહે.સરહાનપુર, ઉત્તરાખંડ)અલગ અલગ શહેરમાં એટીએમ કાર્ડ બદલી ફ્રોડ કરવા નીકળ્યા હોવાની કબુલાત કરી હતી. ગઇ તા.૧૪/૦૯/૨૦૨૪ના રોજ નડિયાદની અમીતાબેન પંડયા સંતરામ રોડ ઉપર આવેલી કેનેરા બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગઈ ત્યારે કાર્ડ બદલી લીધા બાદ તા. ૧૪મી અને ૧૫મીએ કુલ રૂ.૧,૯૦,૦૦૦ ઉપાડી લઈ છેતરપિંડી કર્યાની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઈ હતી. જેથી આરોપી અજય સતિષભાઈ સિસોદિયા અર્જુન સીસોદિયા તથા અજય રાઠોડ તથા રમણે સાથે મળી આ ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી.


