Get The App

એસ.ટી. બસ અને પીકઅપ વાન ધડાકાભેર અથડાતા 2 વ્યક્તિનાં મોત

- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત

- અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા મહેમદાવાદ પોલીસે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
એસ.ટી. બસ અને પીકઅપ વાન ધડાકાભેર અથડાતા 2 વ્યક્તિનાં મોત 1 - image


નડિયાદ, તા. 12 જુલાઈ 2020, રવિવાર

નડિયાદ પાસે થી પસાર અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.આ ગમ્ખવાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ પાસેથી પસાર થતો અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર બપોરના સુમારે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એસ.ટી.બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ બનાવની જાણ ૧૦૮ અને હાઇવે પેટ્રોલીંગને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આ બનાવમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હોવાનુ સ્થાનિક સુત્રો પાસેથી માહિતી મળી હતી.આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા મહેમદાવાદ પોલીસે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :