કઠલાલના પીઠઈ ટોલટેક્ષ પાસેથી કન્ટેઈનરમાં લવાતો રૂ. 7 લાખથી વધુનો દારૂ પકડાયો
- પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી
નડિયાદ, તા. 19 જુલાઈ 2020, રવિવાર
ખેડા જિલ્લા પોલીસે ટીમે કઠલાલ નજીકથી સાત લાખ જેટલી માતબર રકમનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે.આ મૂદામાલ સાથે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપે એસ.ઓ.જી ટીમ પેટ્રોલીંગમાં હતુ ત્યારે બાતમી મળી હતી કે કઠલાલના પીઠઇ ટોલટેક્ષ પાસેથી એક કન્ટેઇનરમાં વિદેશી દારૂ પસાર થવાનો હોવાની બાતમી મળી હતી.જે અનુસંઘાને પોલીસ ટીમ બાતમી આધારીત સ્થળે વોચમાં ગોઠવાઇ હતી.તે સમયે બાતમી આધારિત કન્ટેઇનર પસાર થતા તેની તલાસી લેવામાં આવી હતી.તલાસી લેતા પ્રથમ દ્રષ્ટીએ રેલ્વેનો સામાન ભર્યો હોવાનુ માલૂમ થાય તે માટે ઘાતુના ટાયર આગળ રાખવામાં આવ્યા હતા.આ બાદ પોલીસ ટીમે વધુ તલાસી કરતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
કન્ટેઇનરની તલાસી લેતા પોલીસ ટીમે વિદેશી દારૂની પેટી નંગ-૧૮૩ , બોટલ નંગ-૨, ૧૯૬ કિ. રૂા. ૬, ૫૮, ૮૦૦ મળી આવ્યો હતો. પોલીસ ટીમે ઘાતુના ટાયર નં-૧૨૮ કિ. રૂા. ૩૭, ૫૦, ૪૧૪, મોબાઇલ ફોન કિ. રૂા. ૫૦૦, અંઝડતી કરતા રૂા. ૧,૦૬૦ એમ મળી પોલીસ ટીમે કુલ રૂા. ૫૯, ૧૦, ૭૭૪ નો મૂદામાલ સાથે વિજયકુમાર ઉમરાવસીંગ શ્રી ચંદ જાટ,દીપક પ્રકાશ (હરીજન)ચમાર, સોનુ નેતાનંગસીંગ જાય તમામ રહે,હરીયાણાને અટકાયત કરી કઠલાલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ટીમે ત્રણેય વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા છે.