બાલાસિનોરના વડદલા ગામમાં શૌચાલયોના કામમાં ગેરરીતિ આચરાયાની રજૂઆત
- જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરાઈ
- ગૌચરમાં દબાણ અને મનરેગા, ભારત મિશન યોજનામાં ગોલમાલ થઈ હોવાના આક્ષેપ
બાલાસિનોર, તા.19 જૂન 2020, શુક્રવાર
બાલાસિનોર તાલુકાના વડદલા ગ્રામ પંચાયતમાં હાલમાં સ્વચ્છ બારત મિસન અંતર્ગત શૌચાલય સરકાર દ્વારા મંજૂર થયેલા શૌચાલયમાં ખરેખરના લાભાર્થીઓના રહેવાસ સ્થાને શૌચાલ બનાવ્યા વગર બારોબાર ગરીબ લાભાર્થીઓના શૌચાલયના નાણઆં સગેવગે થયા હોવાના આક્ષેપ સાથેની અરજી જિલ્લાવિકાસ અધિકારીને કરતા હડકંપ મચી જવા પામ્યો છે.
મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના વડદલા ગ્રામ પંચાયતમાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ૨૦૧૮-૨૦૧૯ અંદાજીત ૨૦૫ જેટલા ૨૦૨૦-૨૦૨૧-૫૩૧ જેટલા શૌચાલય મંજૂર થયા છે ત્યારે વડદલા ગ્રામ પંચાયતનું સ્થાનિક ગ્રામ રક્ષક સંગઠન અને ગૌવ રક્ષક દળ દ્વારા વડદલા ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતી અરજી જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચકક્એ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વડદલા ગ્રામ પંચાયતની સુખાકારી સમિતિ દ્વારા ગરીબોના નાણાં બારોબાર સગેવગે કરી દેવાયા છે. વડદલા ગ્રામ પચાયતમાં અનેક સરકારી યોજનામાં ભારે ગેરરીતિ થઈ છે. જેની તાલુકા કક્ષાના અદિકારીઓને વડદલા ગ્રામ પંચાયતનું સ્થાનિક ગ્રામ રક્ષક સંગઠન અને ગૌવ રક્ષક દળ દ્વારા લૈખિત મૌખિક જાણ કરાતા તાલુકા અધિકારીઓનું પેટનુ પાણી ના હલતા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડી છે.