Get The App

ખેડા જિલ્લામાં 3 સ્થળે પોલીસે દરોડા પાડતા 15 જુગારી રંગેહાથ ઝડપાયા

- ખેડાના ડામરીમાં રૂ. 84 હજાર, લીંબાસીના ભલાડામાં 16,860 નો અને કપડવંજના દાસલવાડામાં રૂ. 22,050 નો મુદ્દામાલ જપ્ત

Updated: Jun 17th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં 3 સ્થળે પોલીસે દરોડા પાડતા 15 જુગારી રંગેહાથ ઝડપાયા 1 - image


નડિયાદ, તા.17 જૂન 2020, બુધવાર

ખેડા જીલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડયા હતા. જેમાં ખેડાના ડામરી ગામે એલસીબી ટીમે જ્યારે લીંબાસી અને આંતરસુબામાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડયા હતા. આ દરોડામાં કુલ ૧૫ વ્યક્તિઓ વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પહેલો બનાવ ખેડા તાલુકાના ડામરી ગામમાં ચાલી રહેલા જુગારધામ પર જીલ્લા એલસીબી ટીમે દરોડો પાડયો હતો. જેમાં મુકેશભાઈ હરીભાઈ ડાયમા, ખોડાભાઈ ચીમનભાઈ ચૌહાણ, વિજયભાઈ ભીખાભાઈ ગોહિલ, કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ ભવાનભાઈ ચાવડા, મહેન્દ્રભાઈ ભૂદરભાઈ પરમાર અને પ્રદીપભાઈ રાજેન્દ્રભાઈ ડાયમાને ઝડપી પાડયા હતા. ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડતી કરતાં રૃા. ૭૫,૦૦૦ અને દાવ પરથી રૃા. ૯,૦૦૦ એમ મળી કુલ રૃા. ૮૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ખેડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ લીંબાસીના ભલાડામાં આવેલ ડાહ્યાભાથીવાળું ફળિયામાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડો પાડયો હતો. જેમાં અજારસિંહ ફતેસિંહ પરમાર, ફતેસિંહ બુધાભાઈ સોલંકી, મનુભાઈ પુનમભાઈ પરમાર, દિનેશભાઈ પરસોત્તમભાઈ પરમાર અને મનુભાઈ કાંતિભાઈ સોલંકીને ઝડપી પાડયા હતા. ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડતી કરતાં રૃા. ૧૬,૩૬૦ અને દાવ પરથી રૃા. ૫૦૦ એમ મળી કુલ રૃા. ૧૬,૮૬૦નો મુદ્દામાલ જપ્ત કરી લીંબાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજો બનાવ કપડવંજ તાલુકાના દાસલવાડા સીમમાં ચાલી રહેલા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હાસમભાઈ અલ્લારખા શેખ, મફતભાઈ ધનજીભાઈ બારૈયા,  કુશલભાઈ યોગેસભાઈ પંડયા અને ઈમરાનમિયા મહેબુબમિયા મલેકને ઝડપી પાડવામાં આવ્યા હતાં. ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડપી કરતા રૃા. ૪,૧૨૦ અને દાવ પરથી રૃા. ૯૩૦, મોબાઈલ ફોન નં. ૩ કિં.રૃા. ૧૭,૦૦૦ એમ મળી કુલ રૃા. ૨૨,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કરી આંતરસુબા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :