- પ્રાંતિજના રસુલપુર ચોકડી પાસે
- અંબાજી દર્શન કરીને પરત આવતી વખતે અકસ્માત, વાહન ચાલક નાસી છૂટયો
પ્રાંતિજ : પ્રાંતિજ તાલુકાના રસુલપુર ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે ખેડા જિલ્લાના વસો તાલુકાના મલીવદર ગામના પદયાત્રિનું મોત થયું હતું. રાત્રિ દરમિયાન અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટયો હતો. આ મામલે પ્રાંતિજ પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
તા. ૧૨મી સપ્ટેમ્બરની રાત્રે ખેડા જિલ્લાના પદયાત્રિ સંઘ અંબાજી દર્શન કરી ટ્રેકટરમાં પરત આવતા હતા. તે દરમિયાન પ્રાંતિજની રસુલપુર ચોકડી પાસે આવેલા વિસામામાં રાત્રિના દોઢ વાગ્યે વિસામામાં ચા પીવા જતા રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલક બેદરકારીથી હંકારી ખેડાના વસોના મલીવદર ગામના પદયાત્રી રાર્યસન પુજાભાઇ ગોહિલને અડફેટે લીધા હતા અને રાર્યસન ગોહિલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને લઇ લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટયો હતો. પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી અવાતી હતી. આ મામલે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


