Get The App

ઠાસરાના ફેરકુવા વિસ્તારમાં ડાંગરનો પાક કોહવાઈ ગયો

Updated: Sep 16th, 2024

GS TEAM

Google News
Google News
ઠાસરાના ફેરકુવા વિસ્તારમાં ડાંગરનો પાક કોહવાઈ ગયો 1 - image

- શેઢી નદીના પાણી અઠવાડિયા સુધી વહેતા

- સોંથ વળેલા ઘાંસની દુર્ગંધથી લોકો ત્રસ્ત  સત્વરે સર્વે કરી વળતર ચૂકવવા માંગણી

ઠાસરા : ખેડા જિલ્લાના ઠાસરાના ફેરકુવા વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદમાં શેઢી નદીનું પાણી અઠવાડિયા સુધી ખેતરોમાં વહેવાથી ડાંગરનો પાક ક્હોવાઈ ગયો છે. ત્યારે સત્વરે સર્વે કરી વળતર ચૂકવાય તેવી માંગણી ઉઠી છે.

ગળતેશ્વર તાલુકાના કોસમ, મીઠાનામુવાડા, વાડદ, ડભાલી, દાતરડી, ડાભસર, તરગૈયા, સોનૈયા, જરગાલ તેમજ ઠાસરા તાલુકાના ફેરકુવા સહિત પીપલવાળા, હિમતનગર લાટ, અનંદી ગામોમાં શેઢી નદીના પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે. આ વર્ષના ચોમાસાના વરસાદથી અને બાલાસિનોર તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદથી ખેતરોમાં ડાંગરના ધરુંનો સોંથ વળી ગયો છે. મોંઘા બિયારણ, અત્યાર સુધી ડાંગર રોપતા અને તૈયાર થયેલા પાકમાં નાખેલું ખાતર પણ બરબાદ ગયું છે. ફેરકુવા વિસ્તારના વાડદથી ઠાસરા સુધીના રાજ્ય ધોરી માર્ગ ઉપરના વિસ્તારમાંના ખેતરોમાં ડાંગરનું ઘાસ કોવાય જતા એની દુર્ગંધથી અહીંથી પસાર થનારા લોકને પણ રોગનો ભય છે. ત્યારે વિસ્તારમાં યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવા સાથે ક્હોવાઈ ગયેલા ઘાંસનો નાશ કરાય તેવી માંગણી ઉઠવા પાણી છે.