ઠાસરામાં વનતંત્રએ વાવેલા 1600 છોડમાંથી 1વર્ષ થયું છતા પણ છોડ ન ઉગતા ફિયાસ્કો
- વૃક્ષારોપણ માત્ર ફોટો સેશન માટે કરાયાનો આક્ષેપ
- વૃક્ષારોપણ માત્ર ફોટો સેશન માટે કરાયાનો આક્ષેપ
નડિયાદ,તા. 14 જુન 2020, રવિવાર
ઠાસરા ફોરેસ્ટ રેન્જ કચેરી દ્વારા ગત વર્ષે ચોમાસા દરમ્યાન વનીકરણ હાથ ધરાયું હતું. જેમાં ફોટો સેશન કરી આશરે ૧૬૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.પરંતુ આજે એક વર્ષ બાદ આ વનીકરણમાં એક પણ રોપા ઉગેલા ન જોવા મળતા ફોરેસ્ટ કચેરીના કામનો ફિયાસ્કો થયો હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.
ડાભસરથી બાઘબોઘાના પુલ પાસે વનીકરણના મસમોટા બોર્ડ મૂક્યા પણ ક્યાંય વૃક્ષો ન દેખાતા તંત્ર સામે રોષ
ડ ાભસર મુખ્ય મહીકેનાલ ના આડબંધ તરફ થી ઠાસરા જવાના માર્ગની નીચેની પાળ ઉપર જંગલ ખાતા દ્વારા વનીકરણ કરવામાં આવ્યુ હતુ.આ વનીકરણમાં આશરે ૮૦૦ થી વધુની સંખ્યામાં વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.જેની સારસંભાળ ન રાખવાથી એક પણ રોપા જોવા મળતા નથી.આ ઉપરાંત ઠાસરા જંગલ ખાતાના કોઇ અધિકારી કે કોઇ સુપરવાઇઝર કે કોઇ ચોકીદાર આ રોપા થયા છે કે નહી તેનુ જતન તો નહી પરંતુ જોવા માટે કોઇ ફરકતા જ નથી.ગત વર્ષે અહી ૮૦૦ વિવિધ વૃક્ષો,છોડનુ વાવેતર ખાડા ખોદીને કર્યુ હતુ.પરંતુ એક વર્ષમાં તેનુ કોઇ સારસંભાળ કે જતન ન કરવાથી વૃક્ષો રહ્યા ન હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત નાગરિકો જણાવી રહ્યા છે કે ડાભસરથી બાઘબોઘાના પુલ પાસેની જગ્યાએ જ્યા વનીકરણ કર્યાનુ બોર્ડ મૂકેલુ છે,ત્યા સુધીના આશરે ૧ કિ.મીના અંતર સુધીમાં જવલેજ ૫૦ છોડ કદાચ જોવા મળે તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે.
ડાભસર આડબંધ થી અંબાવ સિમ વિસ્તારમાં પણ ૮૦૦ નંગ અને બાબર બોધાના પુલથી ડાભસર આડબંધ સુધી ૮૦૦ નંગ રોપા આમ કુલ ૧૬૦૦ નંગ રોપા રોપવામાં આવ્યા હતા.જે હાલ ઉજ્જળ વેરાન થઇ ગયા છે.જ્યા રોપા રોપવામાં આવ્યા છે તેની બંન્ને બાજુ કાંસમાં પાણી ભરાઇ રહે છે.તેમ છતા જંગલ ખાતાની બેદરકારીથી છોડવાનુ જતન થઇ શકયુ ન હોવાનુ સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત રોપા રોપવા ખાતર રોપવામાં આવ્યા અને દેખરેખ ના અભાવે પાણી સમયસર ન મળવાથી છોડવા સુકાઇ ગયા છે.આ ઉપરાંત કેટલાક છોડવાઓને રખડતી ગાયો ખાઇ ગઇ હોવાનુ જણાવ્યુ છે.