કઠલાલ : કઠલાલ પંથકમાં મંગળવારે આખો દિવસ ભારે ઉકળાટ અને બફારા બાદ સમી સાંજના આઠ વાગ્યાના સુમારે એકાએક ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો.
લગભગ એક કલાક જેટલા સમયમાં દોઢ ઈંચથી વધુ વરસાદ થતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી રહી હતી. રોડ ઉપર ચારે તરફ પાણી ભરાયા હતા. ત્યારે અબાલ- વૃદ્ધે વરસાદની મજા પણ માણી હતી.


