Get The App

કેનાલમાં પરિણીતા અને યુવકનો અગમ્ય કારણોસર આપઘાત

Updated: Sep 16th, 2024

GS TEAM

Google News
Google News
કેનાલમાં પરિણીતા અને યુવકનો અગમ્ય કારણોસર આપઘાત 1 - image

- કપડવંજના વેણીપુરા પાસે આવેલી 

- વડથલની પરિણીતા અને સાઢેલીના યુવકના મૃતદેહો બહાર કાઢી પીએમ માટે મોકલાયા

કપડવંજ : કપડવંજના વેણીપુરા પાસે આવેલી કેનાલમાં વડથલની પરિણીતા અને સાઢેલીના યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવી આપઘાત કરી લીધો છે. ત્યારે પોલીસે હાલ એડી દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મહુધા તાલુકાના વડથલ ગામે રહેતી પરિણીતા રૂપલબેન જૈમિનભાઈ (ઉં.વ.૨૨) તથા ઠાસરા તાલુકાના સાઢેલી હનુમાનજીવાળા ફળિયામાં રહેતા અજીતભાઈ જશુભાઈ સોલંકી (ઉં.વ.૨૨)એ રવિવારે સવારે ૯.૩૦ કલાકે કપડવંજના વેણીપુરા પાસે નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતા આસપાસથી ટોળા ઉમટયા હતા. 

તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બંને મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી કપડવંજ ટાઉન પોલીસે એડી દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. વડથલ ગામની પરિણીતાને બે વર્ષની એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે.