બે બહેનોની છેડતી કરી નરાધમોએ તેના પિતાને જાહેરમાં માફી મંગાવતો વિડીયો વાઈરલ કર્યો
- બાલાસિનોરના સાકરીયાના બનાવથી પંથકમાં હડકંપ
- બંને સગીરાની છેડતી મુદ્દે પિતાએ ઠપકો આપતા આરોપીઓએ ધમકી આપી કૃત્ય આચર્યું : 16 શખ્સો સામે ફરિયાદ
બાલાસિનોર, તા. 21 જૂન 2020, રવિવાર
બાલાસિનોરના સાકરીયા ગામે નરાધમોએ બે સગી બહેનોની છેડતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં સગીરાના પિતાએ નરાધમોને ઠપકો આપતા ફાટીને ધૂમાડે ગયેલા શખ્સોએ સગીરાના પિતાને ડેરી આગળ બોલાવી જાહેર માફી મંગાવી વિડીયો ઉતારી સોશિયલ મિડીયામાં વાયરલ કરતા પંથકમાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે ૧૬ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાલાસિનોર તાલુકાના સાકરીયા ખાતે ૧૭ તારીખના રોજ સાંજના સુમારે નાયક પરિવારની બે દીકરી ગામની દૂઘ મંડળીમાં દૂધ ભરી પરત ફરી રહેલ ત્યારે રસ્તામાં આતરી ગમે તેમ બોલી બિભસ્ત માંગણી કરેલ તે અંગેની તેમજ બે દિવસ પછી અંદાજીત ૧૬ જેટલા ઈસમોએ નાયક પરિવારને ગામ વચ્ચે બોલાવી માફી મંગાવતો વિડિઓ વાઈરલ થતા સમગ્ર જિલ્લા ભરમાં તેમજ સરકારી તંત્રમાં હડકંપ મચી જવા પામી છે.
બંને સગીરા ગામની દૂધની ડેરીએથી દૂધ ભરી પરત આવતા હતા તે વખતે કાળકામાતાના મંદિર નજીક આવેલ નાળિયામાં આ ગામના આરોપી સાગરભાઈ રહે.બોળીડુંગરી, મહેશભાઈ રહે.સાકરીયાનાઓએ મોટર સાઈકલ આડું કરી રસ્તામાં આતરી નં.૧ નાએ સગીરાનો બળજબરી પૂર્વક હાથ પકડી ખેંચતાણ કરી બિભસ્ત માંગણી કરતા બહેન છોડાવવા વચ્ચે પડતા નં.૨ નાઓએ પાછળથી પકડી ખેંચતાણ કરી છેડતી કરેલ આ અંગે ફરિયાદીના સાહેદે આરોપી નં.૧ અને ૨ ને ઠપકો કરેલ આ અંગેની અદાવત રાખી તારીખ ૧૮ જૂનના રોજ સવારના ૧૦ થી ૩૦ના સુમારે અંદાજીત ૧૬ જણાઓ (૧) સાગરભાઈ રહે.બોરીડુંગરી, (૨) મહેશભાઈ બળવંતભાઈ રહે.સાકરીયા, (૩) સુહાગભાઈ જેસંગભાઈ ગોહિલ, (૪) કિરીટભાઈ ઝાલા રહે.ઘુવેડિયા, (૫) શંભુભાઈ ઠાકોર રહે.બાલાસિનોર હવૈયા (૬) વિષ્ણુભાઈ ઠાકોર રેહ.બાલાસિનોર હવૈયા, (૭) ગોર્ધનભાઈ ઠાકોર રહે.બોડેલી, (૮) અલ્તાફ શેખ રહે.બાલાસિનોર, (૯) નિકુલ ઠાકોર રહે.બાલાસિનોર પ્રેમચંદપુરા, (૧૦) લોલી રહે.વિરાજીના મુવાડા, (૧૧) વિજયભાઈ ઠાકોર રહે.બાલાસિનોર હવૈયા, (૧૨) છત્રસિંહ ડાભી રહે.બોડેલી, (૧૩) સંજયભાઈ ઝાલા રહે.ઘુવેડિયા, (૧૪) અશોકસિંહ ચૌહાણ , (૧૫) હર્ષદસિંહ ચૌહાણ, (૧૬) નરેન્દ્રસિંહ ચૌહાણ, ત્રણે રહેવાસી ગૂંથલીનાઓએ ગેરકાયદેસર મંડળી રચી તેમનો ઈરાદો પાર પાડવા ગમે તેમ બોલી ડેરી આગળ બોલાવીને મારી નાખવાની ધમકીઓ આપી આરોપી કિરીટસિંહ ઝાલા તેમજ સુહાગે અમારા પિતાજીને બોલાવી જાહેર જનતા વચ્ચે હાથ જોડાવી માફી મંગાવી આરોપીઓએ તેમના મોબાઈલમાં ફરિયાદીના પિતાને જમીન ઉપર નીચે બેસાડી માફી માંગતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી આરોપીઓએ ગુન્હો કર્યા બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.