Get The App

'એક્સ' પર ખોટી પોસ્ટ મૂકનારા નડિયાદના વેપારીની ધરપકડ

Updated: Aug 7th, 2024

GS TEAM

Google News
Google News
'એક્સ' પર ખોટી પોસ્ટ મૂકનારા નડિયાદના વેપારીની ધરપકડ 1 - image

- ફેક પોસ્ટ સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી

- વીડિયો તાઈવાનનો અને તેની સાથે લખેલું લખાણ ગુજરાતને બદનામ કરવાનું હોવાનું ખૂલ્યું

નડિયાદ : સોશિયલ મીડિયાના એક્સ (ટ્વીટર) પર મૂકેલી પોસ્ટમાં વીડિયો તાઈવાનનો અને તેમાં ગુજરાતને બદનામ કરતું લખાણ લખવામાં આવ્યુ હોવાની પુષ્ટિ થઈ હતી. જે સંદર્ભે ક્રાઈમ બ્રાંચ અમદાવાદની ટીમે નડિયાદના વેપારીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

થોડા સમય પહેલાં એક્સ ઉપર એવી પોસ્ટ થઈ હતી કે જેમાં કેટલાંક વાહનો ખાડામાં પડે છે અને તેના કારણે વાહનો ફંગોળાઈ જાય છે. આ સમગ્ર વીડિયોની સાથે ગુજરાતનું નામ જોડવામાં આવ્યું હતું. તપાસમાં આ વીડિયો ફેક હોવાનું અને સામેની દુકાન પણ ભારતની ન હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વીડિયો નડિયાદમાં રહેતા પ્રહલાદ દલવાડી નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો મૂળ તાઈવાનનો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ પ્રહલાદ દલવાડીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને પ્રહ્લાદ દલવાડી નડિયાદમાં રહેતો હોવાની માહિતી મળી હતી. પ્રહ્લાદ દલવાડી એક્સ ઉપર આવી રીતે ઘણી વખત પોસ્ટ કરતો હોય છે. પરંતુ આ વખતે તેણે કરેલી પોસ્ટ બીજા દેશની હતી અને તેને ગુજરાત સાથે જોડવામાં આવતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. આ સંદર્ભે તેની ધરપકડ કરવામાં આવી છે.