- અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ દાખલ
મુળ બિહારનો રહીશ મહેશ્વર ઉર્ફે મહેશ વકિલ માંઝી હાલ સારસા નજીકના હરિપુરા ગામ પાસે એક રેતીના સ્ટોક પર હિટાચી મશીનના ઓપરેટર તરીકે નોકરી કરતો હતો.
દરમિયાન મહેશ્વર રાતના જમવાનું લેવા મોટરસાયકલ લઇને રાજપારડી ગયો હતો,તે બાદ તે સમયસર પાછો હરિપુરા ન પહોંચતા તેની સાથે નોકરી કરતો દિનેશ વસાવા તેને શોધવા રાજપારડી ગયો હતો પરંતું તે મળ્યો નહતો. ત્યારબાદ આજરોજ સવારના સાતેક વાગ્યે જાણવા મળેલુ કે સારસા પાસે થયેલ અકસ્માતમાં એક ઇસમનું મોત થયેલુ છે.
આ ખબર મળતા દિનેશ વસાવાએ સારસા રાજપારડી વચ્ચે પુલથી થોડે દુર સ્થળ ઉપર જઇને જોતા તેમની સાથે રહેતો મહેશ્વર ઉર્ફે મહેશ માંઝી મરણ પામેલ હાલતમાં પડેલા હતો.અજાણ્યા વાહન ચાલકે મહેશ્વરને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં તેનું ઘટના સ્થળે મોત થયું હોવાનું જણાતા દિનેશભાઇ ઇશ્વરભાઇ વસાવા હાલ રહે.ગામ હરિપુરા રેતીના સ્ટોક ઉપર તા.ઝઘડિયા અને મુળ રહે.દેવસાકી તા. સાગબારા જિ.નર્મદા અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાશી ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.


