Get The App

ટ્રેક ડબલિંગ કામને લીધે તા.10 સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે

Updated: Aug 15th, 2024

GS TEAM

Google News
Google News
ટ્રેક ડબલિંગ કામને લીધે તા.10 સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે 1 - image

- આણંદ-ગોધરા સેક્શન વચ્ચે 

- રેલવે વિભાગ દ્વારા ટ્રેનોના ડાયવર્ઝન અને સમયમાં ફેરફાર અંગે જાણકારી મેળવી મુસાફરી કરવા અનુરોધ

ગોધરા : આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામ ચાલુ થવાનું હોવાના કારણે રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.તા.૧૧ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી આણંદ-ગોધરા સેક્શન વચ્ચે મેમુ ટ્રેનો રદ રહેશે.

 આગામી એક મહિના સુધી પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામગીરી થવાના કારણે રેલવે વિભાગે એક મહિનાનો બ્લોક લીધેલ છે.જે બ્લોકને કારણે ૧૧ ઓગસ્ટ થી આગલા મહિનાની ૧૦ સપ્ટેમ્બર આણંદ-ગોધરા મેમુ ટ્રેનો રદ રહેશે.આણંદ-ગોધરા વચ્ચે ચાલનારી ટ્રેનો પૈકી(૧)આણંદ-ગોધરા મેમુ ટ્રેન ૧૧ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી રદ રહેશે. (૨)  ગોધરા -આણંદ મેમુ ટ્રેન ૧૧ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી રદ રહેશે.(૩) આણંદ - ડાકોર મેમુ ટ્રેન ૧૧ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી રદ રહેશે.(૪)ડાકોર  આણંદ મેમુ ટ્રેન ૧૧ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી રદ રહેશે. 

આજે ૧૧ ઓગસ્ટથી ૧૦ સપ્ટેમ્બર સુધી નીચે મુજબની ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવશે.  (૧)  વેરાવળ - ઈન્દોર મહામના એક્સપ્રેસ તા-૧૪/૮/૨૪, તા-૨૧/૮/૨૪, તા-૨૮/૮/૨૪, અને તા-૪/૯/૨૪ ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી - ગોધરા થઈને ચલાવવામાં આવશે. (૨)  ઈન્દોર - ગાંધીધામ સુપરફાસ્ટ તા-૧૧/૮/૨૪, તા-૧૮/૮/૨૪, તા-૨૫/૮/૨૪, તા-૧/૯/૨૪, અને તા-૮/૯/૨૪ ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ - ગેરતપુર થઈ ચલાવશે.રેલવે વિભાગ દ્વારા રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી કરવા જણાવ્યું  છે.