કઠલાલ શહેરમાં બજારો સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલશે
- કોરોનાના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો થતાં
- શહેરના અગ્રણીઓએ પાલિકા પ્રમુખ સાથે બેઠક કરી નિર્ણય લીધો
નડિયાદ, તા. 5 જુલાઈ 2020, રવિવાર
કઠલાલ શહેરના વિવિધ અગ્રણીઓએ આજે પાલિકા પ્રમુખ સાથે વાર્તાલાપ કરી વર્તમાનકોરાનાની સ્થિતિની ચર્ચા કરી બજાર ખોલવાના સમયમાં ફેરફાર કર્યો છે.કઠલાલના બજારો સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી જ ખુલશે.
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વઘતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી તથા નજીકના શહેરો નડિયાદ અને કપડવંજ શહેરમાં કોરોનાના કેસો વધતા અને ગતરોજ કઠલાલ નગરના વ્હોરવાડમાં કોરોના પોઝીટીવ એક કેસ નોધાયો છે.
જેથી આજરોજ કઠલાલ નગરના વિવિધ એસોશિયેશનના અગ્રણી વેપારીઓ દ્વારા પાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ સાથે મળી ચર્ચા વિચારણા કરી હતી.અને સ્વૈચ્છીક રીતે કઠલાલના બજારો સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાદ સૌ વેપારીઓ દ્વારા સહકારની ખાત્રી આપવામાં આવી હતી.જ્યારે પાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા દરેક નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા,માસ્ક પહેરવા,અત્યંત જરૃરી છે,કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે.