Get The App

મહીસાગર કોંગ્રેસ ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામુ આપતા ખળભળાટ

Updated: Sep 28th, 2022

GS TEAM

Google News
Google News
મહીસાગર કોંગ્રેસ ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામુ આપતા ખળભળાટ 1 - image

- બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાંથીં ટિકિટ માંગી હતી

- ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણને રિપીટની ચર્ચાથી મન કચવાયું હતું : આમ આદમી પાર્ટીમાં જોડાવાની શક્યતા

બાલાસિનોર : બાલાસિનોર વિધાનસભામાં સમાવિ દેવ ખાતે રહેતા અને મહીસાગર જિલ્લા કોંગ્રેશ ઉપપ્રમુખ કોંગ્રેસ  પક્ષથી નારાજ થઈને આજરોજ રાજીનામું આપી દેતા રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો.

ઉદેસિંહ ચૌહાણે પોતાના રાજીનામુ મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સંદર્ભીને જણાવ્યું હતું કે , છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેશસમાં સક્રિય કાર્યકર તરીક ે ફરજ બજાવી છે.પક્ષમાં વિવિધ હોદાઓ પર કામગીરી કરી છે . મને ધારાસભ્ય તથા પક્ષના વરિ સંગઠનના હોદેદારો દ્વારા પદની કે અન્ય પક્ષની કામગીરી કરવા સહયોગ મળતો નથી . અમુલ ડિરેક્ટરની ચૂંટણીમાં કોંગ્રેસની પેનેલ ઉમેદવારી હોવા છતાં પક્ષના આગેવાનો દ્વારા જીતાડવામાં કોઈ ભૂમિકા ભજવેલ નથી. પક્ષમાં સતત કામ કરવા છતાં વ્હાલા -દવલાની નીતિ રાખી મારી સાથે સતત અન્યાય કરી મારી અવગણના કરેલ છે .જેથી હું દુઃખી થઇ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી તથા મહીસાગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે રાજીનામુ આપું છુ તેવી જિલ્લા પ્રમુખ સુરેશ પટેલને પત્ર લખતા સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.