- બપોરે 12 વાગ્યા બાદ પાણી ઓસર્યા
- મંદિર આગળ પગથિયા સુધી પાણી ભરાયા બહારગામના દર્શનાર્થીઓ અટવાયા
ડાકોર : યાત્રાધામ ડાકોરને વરસાદે તરબોળ કર્યું છે. મંદિર આગળ પગથિયા, યાત્રાળુની રેલિંગ સુધી અને બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. શનિવારે બપોરે ૧૨ વાગ્યા સુધી ડાકોરમાં બે ઈંચથી વધુ વરસાદ પડી ગયો હતો. ત્યારે ડાકોરમાં દર્શને આવનારા બહારગામના લોકો પણ પાણીમાં અટવાયા હતા.
ડાકોરમાં શુક્રવાર રાતથી વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને બપોરે ૧૨ વાગ્યા સુધી ડાકોર નગરને તરબોળ કરી બે ઈંચથી વધુ વરસાદ પડી ગયો હતો. ત્યારે ગામમાં ઠેરઠેર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ડાકોર મંદિરની બહાર, ગોપાલપુરા બસસ્ટેન્ડ, લક્ષ્મીજી વડાબજાર, ગણેશ ટોકીઝ પુરસોત્તમ ભુવન, મુખ્યકુમાર શાળા, વાહોરવાડ, વિશ્વકર્મા વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. બાદમાં બપોરના ૧૨ વાગ્યે વરસાદે વિરામ લેતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હતા. સતત વરસતા વરસાદના લીધે ઠંડક પ્રસરતા અઠવાડિયાથી પડતી ગરમીમાંથી લોકોને રાહત થઈ હતી.


