Get The App

ખેડા જિલ્લા આઈટીઆઈના કર્મચારીઓનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

Updated: Feb 20th, 2024

GS TEAM


Google News
Google News
ખેડા જિલ્લા આઈટીઆઈના કર્મચારીઓનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન 1 - image


- પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા આંદોલન

- મુખ્યમંત્રીને સોશિયલ મીડિયા મારફત રજૂઆત તથા પેન ડાઉન આંદોલનની ચિમકી ઉચ્ચારી

નડિયાદ : ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજનાના કર્મચારી મંડળના વર્ગ-૩ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે લાંબા સમયથી રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી. જેથી રોષે ભરાયેલા કર્મચારીઓએ રાજ્યવ્યાપી આંદોલનની ચિમકી સાથે સોમવારે ખેડા જિલ્લાના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ તા.૨૨ ફેબુ્રઆરીથી પેન ડાઉન સ્ટ્રાઈક પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે. 

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી વર્ગ-૩ એઓસીએશન દ્વારા નિયામક, રોજગાર અને તાલીમ ગાંધીનગરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ટેકનીકલ કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે કર્મચારી મંડળ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. 

કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં આચાર્ય વર્ગ-૨ ના પ્રમોશન માટેની ખાતાકીય પરીક્ષા રદ કરવા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટરને પ્રમોશન તેમજ પ્રથમ ઉચ્ચતર માટે અને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને બીજા ઉચ્ચતર માટે ખાતાકીય પરીક્ષા દાખલ કરવામાં આવી છે. આવી પરીક્ષા ટેકનીકલ કર્મચારીઓ માટે અગાઉ ક્યારેય લેવામાં આવી નથી, સરકારનો આ પરિપત્ર કર્મચારીઓને આથક લાભથી વંચિત રાખવા દાખલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આ ખાતાકીય પરીક્ષા રદ કરવા માંગણી કરી છે. 

વધુમાં જણાવ્યું હતું કે, આઇટીઆઇ કર્મચારીઓની ઓનલાઈન બદલી કેમ્પ યોજવા, બદલીની પ્રોસેસ બાદ અમુક કર્મચારીઓના બદલીના સિંગલ ઓર્ડર કરવામાં આવ્યા છે. તેને લઈ કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા, સુ.ઈ.માંથી ફો.ઇ.ના પ્રમોશન આપવા, ફિક્સ પે કર્મચારીઓના ફૂલ પગારના આદેશ કરવા, બેજટ માંગણી નંબર ૯૫/૯૬  અંતર્ગત કર્મચારીઓના સમયસર પગાર કરવા, કર્મચારીઓના ચાર્જ એલાઉન્સ સમયસર મંજૂર કરવા જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી છે.

આ અંગે રાજ્યભરના આઈટીઆઈના કર્મચારીઓ સાથે ખેડા જિલ્લા આઈટીઆઈના કર્મચારીઓએ તા.૧૯ને સોમવારના રોજ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો. તેમજ મંગળવારે પણ કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત તા.૨૧ના રોજ કર્મચારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને મંત્રીઓને રજૂઆત કરશે. તેમજ તા.૨૨ ફેબુ્રઆરીના રોજથી પેન ડાઉન કરીને કામ સ્થગીત કરવાની ચિમકી ઉચ્ચારી છે. 

Tags :