Get The App

કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની રસાકસીભરી ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળાઈ

- ખેડા જિલ્લામાં બે તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

- ગામની દિકરીએ ચિઠ્ઠી ઉછાળી ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખના નામોની જાહેરાત કરાઈ

Updated: Sep 15th, 2020

GS TEAM

Google News
Google News
કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની રસાકસીભરી ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળાઈ 1 - image


નડિયાદ, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ  આજે યોજાઇ ગઇ.જેમાં કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી છે.જ્યારે કપડવંજ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે પોતાની સત્તા જાળવી રાખી છે.કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણી ટાણે ટાઇ પડતા ગામની એક નાની દિકરીએ ચીઠ્ઠી ઉછાળી પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોએ પોતપોતાની સીટો જાળવી રાખી છે.

કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં,  જ્યારે કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી.કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણી રસાકસી ભરી રહી હતી.ચૂંટણી ટાણે બંને ઉમેદવારોને સરખા મત મળતા ટાઇ પડી હતી.કઠલાલ તાલુકા પંચાયતની કુલ સભ્ય સંખ્યા ૨૪ છે.જેમાંથી એક સભ્યએ રાજીનામુ આપી દીધુ છે.જ્યારે અન્ય એક મહિલા સભ્ય ગેરહાજર રહ્યા હતા.એટલે કુલ ૨૨ સભ્યો થકી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.જેમાં ભાજપ પક્ષના પ્રમુખ પદ માટે ગોવિંદભાઇ જીવાભાઇ પરમાર અને ઉપ્રમુખ માટે દલપતસિંહ જૂવાનસિંહ ડાભીએ ફોર્મ ભર્યા  હતા.જ્યારે કોગ્રેસ પક્ષમાંથી પ્રમુખ પદ માટે રમીલાબેન ભરતભાઇ ઝાલા અને ઉપપ્રમુખ પદ માટે બુધાભાઇ ઘીરાભાઇ પરમારે ફોર્મ ભર્યા હતા.આજે યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખને સરખા ૧૧-૧૧ મતો મળ્યા હતા.જેથી ચૂંટણી પરિણામમાં ટાઇ પડી હતી.આ સમયે ઉપસ્થિત ચૂંટણી અધિકારીએ  ચિઠ્ઠી ઉપાડવાનો નિર્ણય કર્યો હતો અને ગામની એક નાની દિકરીને બોલાવી ચિઠ્ઠી ઉપાડાવી હતી.જેમાં ભાજપ પક્ષના ગોવિંદભાઇ જીવાભાઇ પરમાર  પ્રમુખ તરીકે અને કાંેગ્રેસના બુધાભાઇ ઘીરાભાઇ પરમારનુ ઉપપ્રમુખ તરીકે નામ  જાહેર થયું હતુ.જેથી ચૂંટણી અધિકારીએ બંને વ્યક્તિઓને વિજેતા જાહેર કર્યા હતા.આમ ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા.

કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી આજે સવારે ૧૦ઃ૩૫ કલાકે પંચાયત ભવનમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.કપડવંજ તાલુકા પંચાયતમાં કુલ-૨૬ સભ્યો છે.જેમાં કોગ્રેસ પક્ષમાંથી પ્રમુખ તરીકે મંગુબેન મહેન્દ્રભાઇ ઝાલા અને ઉપપ્રમુખ પદની દાવેદારી નવનીતસિંહ દિલીપસિંહ ચૌહાણે નોંધાવી હતી. જ્યારે ભાજપ પક્ષમાંથી પ્રમુખ પદે પ્રેમીલાબેન મહેશભાઇ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે સમઘરબેન ગણપતસિંહ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી.કોગ્રેસ પક્ષના મંગુબેન મહેન્દ્રભાઇ ઝાલા પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે નવનીતસિંહ દિલીપસિંહ ચૌહાણનો વિજય થયો હતો. અપક્ષ અને એન.સી.પીના સભ્યોએ કોગ્રેસને ટેકો આપતા કોગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા જાહેર થયા હતા.કોગ્રેસ પક્ષના ઉમેદવારો વિજયી થતા કોગ્રી આગેવાનોમાં ખુશીની લહેર વ્યાપી હતી.

Tags :