Get The App

ખેડા જિલ્લામાં 97 તલાટી કમ મંત્રીની આંતરિક બદલી

Updated: Oct 22nd, 2024

GS TEAM


Google News
Google News
ખેડા જિલ્લામાં 97 તલાટી કમ મંત્રીની આંતરિક બદલી 1 - image


- તલાટીઓએ સ્વવિનંતી કરતા ડીડીઓ દ્વારા બદલીનો હુકમ કરવામાં આવ્યો

નડિયાદ : ખેડા જિલ્લામાં ફરજ બજાવતા ૯૭ તલાટી કમ મંત્રીઓની ખેડા ડીડીઓ દ્વારા જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે. તલાટીઓ દ્વારા બદલી માટે સ્વવિનંતી કરાઈ હતી. 

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના ૯૭ તલાટી કમ મંત્રીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં નડિયાદ તાલુકાના ૧૫, વસોના ૨, મહુધાના ૧૨, મહેમદાવાદના ૧૬, ખેડાના ૧૨, માતરના ૯, કપડવંજના ૭, કઠલાલના ૯, ઠાસરાના ૧૨, ગળતેશ્વરના ૩ તલાટી કમ મંત્રીની જિલ્લામાં અન્ય ગ્રામ પંચાયતોમાં બદલી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા બદલી માટે સ્વવિનંતી કરી હતી. જેથી તલાટીઓને નિયમાનુસાર વાટચાલ કે બદલીભથ્થુ મળવાપાત્ર રહેશે નહીં. જોકે, દિવાળી પહેલા પસંદગીની ગ્રામ પંચાયતમાં બદલી થતાં તલાટીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

Tags :