બાલાસિનોર, તા.7 જુલાઈ 2020, મંગળવાર
મહિસાગર જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે અને સંક્રમણ વધતું હોય એમ જણાઈ રહ્યું છે જિલ્લામાં એક જ દિવસમાં સાત કેસનો વધારો થયો હતો જિલ્લામાં અત્યાર સુધી ૧૭૩ કેસ નોંધાવા પામ્યા છે.
બાલાસિનોર ગતરોજ એક સાથે ચાર કેશ નોંધાવા પામ્યા હતા. નગરના પટેલવાડા કાછીયાવાડ રાજપુરી દરવાજા અને ગાયત્રી સોસાયટીમાં મળી ૪ કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી જ્યારે ત્રણ કેસ લુણાવાડાના એક જ વિસ્તારમાં મળી આવ્યા હતા.
બાલાસિનોરમાં એક જ દિવસમાં ચાર કેસ મળતા કોરોનાનું સંક્રમણ વધતું હોય એવો ભય પ્રજામાં પ્રસરી રહ્યો છે આટલું હોવા છતાં પણ પ્રજામાં માસ્ક તેમજ જરૃરી અંતરનો પ્રજામાં અભાવ જોવા મળે છે. જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨ મૃત્યુ તેમજ પાંચમાં મૃત્યુના અન્ય કારણો પણ હોવાનું જણાવાય છે.જિલ્લામાં અત્યાર સુધી ૫૧૨૯થી વધુ સેમ્પલ લેવાયલ છે જેમાં ૪૯૦૫ સેમ્પલ નેગેટિવ રિપોર્ટ આવેલ છે ગઈકાલે કોરોનાનો ફરાર થયેલ દર્દીને તંત્ર દ્વારા આખરે પકડીને ફરીથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દાખલ કરવામાં આવ્યો હતો.


