મહીસાગર જિલ્લામાં કોરોનાનો કેર યથાવત્ : વધુ 11 કેસ નોંધાયા
- લુણાવાડા 5, સંતરામપુર તાલુકામાં 2 અને બાલાસિનોર તાલુકામાં 1 કેસ : બાલાસિનોરના ચીફ ઓફિસરને પણ કોરોના
બાલાસિનોર, તા.1 ઓગષ્ટ 2020, શનિવાર
મહીસાગર જિલ્લામાં કોરોનાના કહેર યથાવત રહયો હતો આજે એક સાથે ૧૧ કોરોના પોઝિટિવ કેસ સાથે મહીસાગર જિલ્લમાં કોરોનાના કેસમાં વિસ્ફોટ થયો હતો આજે મહીસાગર જિલ્લામાં કુલ ૧૧ નવા કેસ નોંધાવા પામતા મહીસાગર જિલ્લાના લોકોમાં ફફડાટની લાગણી ફેલાવા પામી છે કોરોનાના કહેરના કારણે મહીસાગર જિલ્લાના બજારો બપોર પછી સુમસામ જોવા મળી રહયા છે. અત્યાર સુધી ૨૫૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે ફર્યા હતા કોરોનાનો મહીસાગર જિલ્લામાં કુલ આંક ૪૨૪ ઉપર પહોચ્યો હતો જે ખુબ જ ચિંતાજનક છે.
મહીસાગર જ્લિલામાં આજે પણ કોરોનાનો કહેર યથાવત રહયો હતો મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ૦૫, સંતરામપુર તાલુકામાં ૩, ખાનપુર તાલુકામાં ૨ અને બાલાશિનોર તાલુકામાં ૧ કેસ નોધાવા પામ્યો હતો આમ આજે જિલ્લામાં કુલ ૧૧ કેસ નવા નોંધાયા હતા. અત્યાર સુીમાં જિલ્લામાં કોરોના ના ૪૨૪ કેસ પોઝીટીવ નોંધાયા હતા અત્યાર સુધીમાં કુલ ૨૫૮ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જયારે હાલમાં ૧૪૦ કોરોના પોઝિટિવ દર્રદીઓ એકટીવ છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૨૪ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૨૬ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૯૦૦૮ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૯૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીએ જણાવ્યું છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૨ દર્દી કે. એસ.પી હોસ્પિટલ બાલાસિનોર, ૬ અલ હયાત ગોધરા,૨ બરોડા હેલ્થ કેર ૧૩ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૧ સિવિલ હોસ્પિટલ ગોધરા , ૪૨ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડા, ૨૩ હોમ આઇસોલેશનમાં , ૩ દર્દી કરમસદ મેડીકલ કોલેજ આનંદ, ૧ મોડલ સ્કુલ દિવડા, ૧ મુડજી પટેલ હોસ્પિટલ નડીયાદ, ૧ દર્દી ર્નારાયણા હોસ્પિટલ અમદાવાદ, ૧ પારુલ હોસ્પિટલ અમદાવાદ, ૧ર મલ્ટીસ્પેશીયાલીસ્ટ વડોદરા, ૪ શિતલ નસગ , ૫ એસ.એસ.જી વડોદરા, ૧ સ્ટરલીંગ હોસ્પિટલ વડોદરા, ૧ શુકુન હોસ્પિટલ વડોદરા ૧ ક્રિષ્ના સેલબી હોસ્પિટલ અમદાવાદા ખાતે સારવાર હેઠળ છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના કુલ ૪૨૪કેસ પોઝિટિવ મળ્યા છે જેમાં ૧૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે આજે ૧૭ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવતા તેઓ સ્વગૃહે પરત ફર્યા છે. આમ મહીસાગર જિલ્લામાં કોરોનાનો આંક ૪૧૩ ઉપર પહોચતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહયો છે.
મહીસાગર જિલ્લમાં પોઝિટિવ આવેલા દર્દીઓ -(૧) ૨૬ વર્ષ કણઝરા તા.સંતરામપુર (૨) ૩૬ વર્ષ પુરુષ મોટી દેનાવાડ તા.લુણવાડા (૩) ૨૮ વર્ષ પુરુષ લુણાવાડા (૪) ૬૭ વર્ષ પુરુષ લુણાવાડા અર્બન (૫) ૨૭ વર્ષ પુરુષ બાલાશિનોર અર્બન (૬) ૧૭ વર્ષ પુરુષ બામરોડા તા.ખાનપુર (૭) ૬૦ વર્ષ પુરુષ બામરોડા તા.ખાનપુર (૮) ૪૦ વર્ષ સંતરામપુર અર્બન (૯) ૪૦ વર્ષ પુરુષ સંતરામપુર અર્બન (૧૦) ૫૮ વર્ષ પુરુષ લુણાવાડા અર્બન (૧૧) ૨૫ વર્ષ પુરુષ લુણાવાડા