Get The App

ખેડા જિલ્લામાં ઠેર ઠેર બકરી ઈદની ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી થઈ

- તમામ તાલુકાના મુસ્લિમ બિરાદરોએ ઘરમાં જ રહી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઇબાદત કરી

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં ઠેર ઠેર બકરી ઈદની ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી થઈ 1 - image


નડિયાદ, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર

ખેડા જિલ્લાના મુસ્લીમ બિરાદરોએ આજે ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઇદના તહેવારની ઉજવણી કરી હતી. બકરી ઈદના પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડા જિલ્લાના તમામ તાલુકામાં મુસ્લીમ  બિરાદરોએ હાલની મહામારીને અનુલક્ષીને ઘરે રહી ઇબાદત કરી હતી.

ઈસ્લામીક કેલેન્ડર અનુસાર છેલ્લા મહિનાના ૧૦માં દિવસે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસ્લામ ધર્મના પયગંબર અલ હીસ્લામે સદીઓ પૂર્વે પોતાના પુત્ર હઝરત ઈસ્માઈલની કુરબાની આપવા માટે તૈયારી બતાવી હતી. જેની યાદમાં આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. 

આજે  સમગ્ર ખેડા જિલ્લામાં ઘરે રહી બકરી ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ તાલુકા પૈકી નડિયાદ, વસો, કઠલાલ, કપડવંજ, મહુધા, મહેમદાવાદ, માતર, ખેડા, ગળતેશ્વર અને ઠાસરામાં વસતા મુસ્લીમ લોકોએ બકરી ઈદની ઉજવણી કરી હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી આ પર્વને લઇ મુસ્લીમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઇ ઘરે રહી પ્રાર્થના, ઇબાદત કરી ઇંદની ઉજવણી કરી હતી.

ખેડા નડિયાદ સહિત તાલુકા મથકોએ બકરીઈદની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવારણમાં સંપન્ન થઇ હતી. કોરોનાના કારણે ઉજવણીમાં ઉત્સાહ જોવા મળ્યો નહતો.નડિયાદ ઇદગાહમાં તેમજ તાલુકા મથકોએ આવેલ ઇદગાહોમાં ઇંદની નમાઝ પઢાવવામાં આવી ન હતી. જ્યારે કેટલીક જગ્યાઓએ મસ્જીદોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે નામાઝ અદા કરવામાં આવી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. એક બીજાને ગળે મળ્યા વગર ઈદની શુભેચ્છાઓ દુર રહી આપી હતી. દર વર્ષે ઇદની નમાઝ ઈદગાહમાં પઢાવવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થતા હોય છે. પરંતુ આ વર્ષે ખેડા જિલ્લામાં કોરાનાની પરિસ્થિતીની ધ્યાને લઇ કોરાનાનુ સંક્રમણ વધે નહી તે માટે તમામ તાલુકા મથકોમાં ઇંદગાહમાં નમાઝ પઢાવવાનુ મૂલત્વી રાખી અને મસ્જીદોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે નમાઝ અદા કરી હતી. કોરોના સંક્રમણના કારણે દર વર્ષે જે આનંદ ઉત્સાહ અને ઉંમંગ જોવા મળતો હોય છે તે જોવા મળ્યો ન હતો. આ ઉજવણ ફિક્કી રહી હતી. ઈદની નમાઝમાં મસ્જીદોમાં તથા ઘરે રહીને મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની નામઝ અદા કરવામાં આવી હકતી. જેમાં કોરોના સંક્રમણની સામે  સૌને રક્ષણ મળે તે માટેની ખાસ દુઆ પણ માંગવામાં આવી હતી.

Tags :