કપડવંજ તાલુકામાં હિન્દુ સગીરા પર વિધર્મી સગીરે દુષ્કર્મ આચરતા ગુનો
- ગભરાયેલી સગીરાએ પરિવારજનોને સઘળી હકીકત જણાવી
- શહેરના કોમ્પલેક્ષની દુકાનમાં લઇ જઇને સગીરે સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ
કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને તેની જ શાળામાં અભ્યાસ કરતા લઘુમતિ સગીરે ફોસલાવી પટાવી મોડાસા રોડ પર આવેલા સમર્થ સ્ક્વેર નામના કોમ્પલેક્ષની એક દુકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ વિધર્મી સગીરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ સમયે તેનો એક સગીર મિત્ર અને બીજો મિત્ર બિલાલ (ઉં.વ. ૨૨) દુકાનની બહાર નીચે ઊભા રહ્યા હતાં. ઘટના બાદ ગભરાયેલી સગીરાએ પોતાના પરિવારને સઘળી હકીકત જણાવતા પરિવારજનો તેને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા અને દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર સગીર ઉપરાંત તેને મદદ કરનાર તેના સગીર મિત્ર અને બિલાલ નામના મિત્ર સામે ફરિયાદ દાખલ કરાવી હતી. હાલમાં આ મામલે કપડવંજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.