Get The App

બાલાસિનોરના લીમડીમાં ગરનાળું માત્ર 5 મહિનામાં જ તૂટી ગયું

Updated: Sep 22nd, 2024

GS TEAM

Google News
Google News
બાલાસિનોરના લીમડીમાં ગરનાળું માત્ર 5 મહિનામાં જ તૂટી ગયું 1 - image

- અંદાજે 3 લાખના ખર્ચે તૈયાર થયું હતું

- કામ કરનાર એજન્સીનું નામ આપવામાં તંત્રના ઠાગાઠૈયા  ગરનાળા બાબતે અરજી કર્યાનો સરપંચનો દાવો

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના લીમડી ખાતે પૂર્વ સાસંદની ગ્રાન્ટમાંથી અંદાજે ૩ લાખના ખર્ચે બનેલું ગરનાળું પાંચ મહિનામાં જ તૂટી ગયું છે. ત્યારે ગરનાળું હલકી ગુણવત્તાવાળું બન્યું હોવાનું અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ફોજદારી ગુનો દાખલ કરવાની ગ્રામજનોની માંગણી ઉઠી છે.

બાલાસિનોર તાલુકાના લીમડી ખાતે પૂર્વ સાસંદ રતનસિંહ રાઠોડની ૨૦૨૨-૨૩ની ગ્રાન્ટમાંથી લીમડી બેનવાળા ફળિયા તરફથી જતા રસ્તા પર ગરનાળાનું કામ ૧૩ માર્ચ ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ ૨૦ માર્ચ ૨૦૨૪ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ગરનાળાની અંદાજિત રકમ ૩ લાખની આસપાસ હતી. જે પાંચ મહિનામાં જ તૂટી ગયું છે. ત્યારે મનોજભાઈ સહિત ગ્રામજનોએ જણાવ્યું છે કે, ગરનાળા બનાવેલ ગ્રાન્ટની તકતી ખોટી લગાવેલી છે તેમજ આ ગરનાળું ૧૫ જુલાઈ ૨૪ના રોજ ગરનાળાનું કામ સંપૂર્ણ થયું છે. આ ગરનાળું હલકી ગુણવત્તાવાળું બનાવ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગરનાળું નવું ના બનાવવામાં આવે તો અમે કાયેદસર કાર્યવાહી કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.  જયારે સરપંચ ભલસિંહે જણાવ્યું હતું કે, આ કામ પૂર્વ સાસંદ રતનસિંહના માણસો દ્વારા કરવામાં આવ્યું છે. આ બાબતે મને કોઈ જાણકારી નથી. મેં પણ આ ગરનાળા બાબતે અરજી કરેલી છે. ગરનાળા બાબતે તલાટી સૂર્યાબેન માછીએ જણાવ્યું હતું કે, આ ગરનાળું કોણે બનાવ્યું મને ખબર નથી સોમવારે જઈને તાપસ કરૂ તેમ કહી છટકબારી શોધી હતી. આ ગરનાળા બાબતે ઉચ્ચ કક્ષાએથી તાપસ કરવામાં આવે તો મોટી પોલ બહાર આવે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.