નડિયાદમાં તમાકુની બનાવટોનું વેચાણ કરતી પેઢી પર જીએસટીના દરોડા
નડિયાદ, તા.2 જૂન 2020, મંગળવાર
નડિયાદ શહેરમાં ગત મોડી સાંજે શહેરના ગુટખા-તમાકુના વેપાર કરતા ફર્મ પર જી.એસ.ટી ટીમે દરોડો પાડયો હતો.આ પેઢીની કુલ પાંચ પેઢીમાં દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
નડિયાદ શહેરમાં તમાકુનો વેપાર કરતા એક પેઢીની પાંચ દુકાનો પર જી.એસ.ટી ટીમે દરોડા પાડયા હતા.આ સર્ચ ઓપરેશનમાં સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદની બે ટીમ અને વડોદરાની ત્રણ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.આ બનાવની જાણ શહેરમાં થતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.શહેરમાં આવેલ ફર્મ દ્વારા નફાખોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી.જે અન્વયે જી.એસ.ટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હોવાની ફરિયાદો ઉઠી છે.વેટ અધિકારીઓ દ્વારા હિસાબી ચોપડાઓ એકત્રિત કરી કામગીરી હાથ ઘરી હોવાનુ સ્થાનિક સુત્રોએ જણાવ્યુ હતુ.