Get The App

ડાકોરમાં ગોમતી નદી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Updated: Aug 28th, 2024

GS TEAM

Google News
Google News
ડાકોરમાં ગોમતી નદી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ 1 - image

- જન્માષ્ટમીમાં વરસાદના કારણે પાંખી હાજરી

ડાકોર : ડાકોરમાં ગોમતી નદી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા હતા. શેઢી નદીનું પાણી પણ ડાકોરમાં આવતા મંદિરની ત્રણેય બાજુ પાણી પાણી થઈ ગયું હતું. દર્શનાર્થીઓથી લઈ સ્થાનિકો ભારે હાલાકીમાં મૂકાયા હતા. 

ડાકોરમાં જન્માષ્ટમીએ વરસાદના કારણે પાંખી હાજરી જોવા મળી હતી. ત્યારે ઠાકોરજીને સોમવારે રાતે ૧૨ કલાકે તિલક આરતી બાદ સ્નાનાદી વિધિ બાદ રત્નજડિત મુગટ ધરાવાયો હતો. લાલજીને સોનાના પારણે જુલાવ્યા હતા. આખી રાત મંદિર ખૂલ્લી રહેતા હજ્જારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટયા હતા.