Get The App

ચકલાસીમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની અટક કરાઈ

- બે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

- સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલાયો : પોલીસે બાઇક લોખંડની કોસ, સ્પ્રેની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો

Updated: Dec 21st, 2020

GS TEAM


Google News
Google News
ચકલાસીમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની અટક કરાઈ 1 - image


નડિયાદ, તા. 21 ડીસેમ્બર 2020, સોમવાર

ચકલાસી શહેરમાં આવેલ રાષ્ટ્રીયકૃત એ.ટી.એમ.તોડવાનો  પ્રયાસમાં પોલીસ તંત્રએ ગણતરીના કલાકોમાં ચાર વ્યક્તિઓને ઝડપી પાડયા છે.આ બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ ઘરાવતા હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચકલાસી ગામના પંડયાપોળ પાસે આવેલ એક રાષ્ટ્રીયકૃત બેંકનુ એ.ટી.એમ ગત તા.૨૦-૧૨ ના રોજ તોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં એ.ટી.એમનુ ચેસ્ટ ડોર કલર,એસ.એન.જી લોક તેમજ લોખંડનો મુખ્ય ચેસ્ટ દરવાજાને કોઇ પણ હથીયારથી તોડવાનો પ્રયત્ન કર્યો હતો.આ બનાવ અંગે ચકલાસી પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવની ઝીણવટભરી તપાસ સ્થાનિક પોલીસે કરી હતી.જેમાં સી.સી.ટી.વી ફુટેજના આઘારે પોલીસ ટીમે સૌથી પહેલા વિમલકુમાર ઉર્ફે મહારાજ વાઘેલાની અટકાયત કરી સઘન પૂછપરછ કરી હતી.જેમાં પોલીસ ટીમને સફળતા મળી હતી.જેમાં વિમલકુમાર, સુનીલભાઇ ભૂપતભાઇ ઝાલા, હિતેશભાઇ જશપાલભાઇ વાઘેલા અને પરેશભાઇ ભૂપતભાઇ ઝાલા સાથે મળી એ.ટી.એમને અંજામ આપવા માટે ગયા હતા. એ.ટી.એમ તોડતા પહેલા ચારેય વ્યક્તિઓ ચકલાસી પાસે આવેલ કેનાલ ઉપર ભેગા થયા હતા.અને ત્યા એ.ટી.એમ કેવી રીતે તોડવુ,કેટલાક વાગે જવુ,અને કેવી રીતે જવુ તેની રણનીતિ નક્કી કરવામાં આવી હોવાનુ પોલીસ સમક્ષ કેફીયત આપી હતી.એ.ટી.એમ તોડવા માટે ચારેય વ્યક્તિઓ રાત્રીના બે વાગ્યાના સુમારે મોટર સાયકલ પર પહોચ્યા હતા.જેમાં વિમલકુમાર વાઘેલા અને સુનીલભાઇ ઝાલા એ.ટી.એમ સેન્ટરમાં લોખંડની કોસ લઇ જઇ એ.ટી.એમ તોડવાનો પ્રયાસ કર્યો હતો.જ્યારે હિતેશભાઇ વાઘેલા અને પરેશભાઇ ઝાલાએ બહાર રહી વોંચ ગોઠવી હતી.જો કે એ.ટી.એમ તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા ચારેય વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા.પોલીસ ટીમે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ પાસેથી મોટર સાયક,લોખંડની કોસ,તે સમયે પહેરેલ કપડા,સ્પ્રેની બોટલ કબ્જે લીધા છે.ચારેય આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

કોની કોની ધરપકડ થઈ

(૧) વિમલકુમાર ઉર્ફે મહારાજ હસમુખભાઇ વાઘેલા (૨) સુનીલભાઇ ભૂપતભાઇ ઝાલા (૩)હિતેશભાઇ જશપાલભાઇ વાઘેલા (૪) પરેશભાઇ ભૂપતભાઇ ઝાલા (તમામ રહે,ચકલાસી તાબે ગમનપુરા)

Tags :