- રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીની જાહેરાત
- બાયપાસ રિંગરોડ ફેઝ - ૩ ના કામ અને રેલવે ઓવરબ્રિજ માટે 85 કરોડ, વરસાદી પાણીના નિકાલ માટે 40 કરોડ અપાશે
નડિયાદના બાયપાસ રીંગરોડ ફેઝ-૩ અને ઓવરબ્રિજના કામ માટે ૮૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે ૪૦ કરોડ ફાળવાયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેનાલ ઉપર ગાર્ડન બ્યુટિફિકેશનના કામ તેમજ સાયકલ ટ્રેક અને વોક- વે બનાવવા માટે ૬.૫૮ કરોડ રૂપિયાની ગ્રાન્ટ અપાઇ છે.દર્દીઓને વધુ સારી સારવાર મળી અને અને તેને લગતી સુવિધાઓ માટે સિવિલ હોસ્પિટલના વિવિધ વિકાસ કામો માટે ૨૭.૭૦ કરોડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. શહેરના ગટરના પાણીના શુદ્ધીકરણ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વિવિધ ઈએસઆર ખાતે સ્કડા સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને ૫ વર્ષ મેન્ટેનન્સનું કામ માટે ૪.૩ કરોડ રૂપિયા આપવામાં આવશે. શહેરમાં વિવિધ બોરવેલ, પમ્પિંગ મશીનરી માટે ૧.૯૮ કરોડ વાપરવા તેમજ ડ્રેનેજ લાઈન, સવસ કનેક્શન અને રોડ મેઈન્ટેનન્સમાં ૪.૨૨ કરોડ રૂપિયાના કામો સહિતની ગ્રાંટની ફાળવણી કરી અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
3 નગરપાલિકાને ડ્રેનેજ તો અન્ય તાલુકાઓને સિંચાઈના કામોની ભેટ
અમદાવાદઃ મહુધા, ડાકોર અને કણજરી નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે ૫૦ કરોડ રૂપિયા, ઠાસરા, મહુધા, મહેમદાવાદ, નડિયાદના ૫૫ ગામડાઓને સિંચાઈ માટે નહેર સુધારણાના કામો માટે ૭૩ કરોડ રૂપિયા, કપડવંજ, કઠલાલ, મહુધા, મહેમદાવાદ, બોરસદ તાલુકામાં ૭ મોટા ચેકડેમ માટે ૫૦ કરોડ રૂપિયા ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. માતર તાલુકાના નવા તાલુકા સેવા સદન માટે જમીન ફાળવાઈ, પવિત્ર યાત્રાધામ ડાકોરના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવાની પણ જાહેરાત કરાઈ છે. આ સિવાય જિલ્લા કલેક્ટરને અઢી કરોડ અને ડીડીઓને અઢી કરોડ એમ ૫ કરોડની ગ્રાંટ વિકાસ કામો માટે આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.


