- તમાકુના ધરુંનો સફાયો થયો
- હરખોલ, ભદ્રૈસા, મરઘાંકુઈ, ઉપલેટ અને કોતરિયામાં માટી ધોવાતા 50 ખેતરો કોતરો બન્યા
ઠાસરા તાલુકાના ટેકરા અને કોતર વિસ્તારના ગામોમાં સતત પાંચ દિવસ ભારે વરસાદ અગાઉ પડયો હતો. જેથી ઠાસરા તાલુકાના હરખોલ, ભદ્રૈસા, મરઘાંકુઈ, ઉપલેટ, કોતરિયા જેવા ગામોના ૧૦૦ વીઘાથી વધુ ખેતરોમાં અત્યારે મોટા મોટા કોતર પડી ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે નેસ ગામ પાસે આવેલા હરખોલ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. જેને પરિણામે ખેતરોની જમીન વરસાદમાં ધોવાઈને નજીકના કોતરોમાં વહી ગઈ છે.
ઉપરોક્ત ગામોના ૫૦થી વધુ ખેતરોની ૧૦૦ વીઘાથી વધુ જમીનમાં તમાકુના ધરુ ખેડૂતોએ વાવ્યા હતા તેનો પણ જમીનના ધોવાણ સાથે સફાયો થયો છે. ત્યારે કોતર જેવા બનેલા ખેતરોને ચોમાસામાં સમથળ કરવા હાલ તો ખેડૂતો માટે મુશ્કેલ બન્યા છે. ત્યારે ઠાસરા તાલુકાના ઉપરોક્ત સહિત અન્ય ગામોમાં ગ્રામસેવક દ્વારા ધોવાઈ ગયેલા ખતરોનો સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે.


