Get The App

લીંબાસી રોડ ઉપર બાઈક સ્લીપ થતા ચાલકનું મોત

Updated: Jul 24th, 2024

GS TEAM

Google News
Google News
લીંબાસી રોડ ઉપર બાઈક સ્લીપ થતા ચાલકનું મોત 1 - image

- માતર- તારાપુર રોડ ઉપર અકસ્માત

- માછીયેલનો યુવક માતાને કહી મહારાજના દર્શન કરવા નીકળ્યો હતો

નડિયાદ : માતર તારાપુર રોડ ઉપર લીંબાસી પરમ જ્યોત સોસાયટી નજીક બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઈજા પામેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

માતર તાલુકાના માછીયેલમાં રહેતા સંજય કાંતિભાઈ પરમાર આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે માતા કમુબેનને મને મહારાજ પધારેલા છે તેમ કહેતા તેની માતાએ કહેલું કે, એવું કંઈ નથી ત્યાર બાદ સંજયભાઈ પરમાર તેની માતાને ઘરેથી લીંબાસી મહારાજના દર્શન કરીને આવું છું કહી બાઈક લઈને નીકળ્યો હતો. ત્યારબાદ જાણવા મળેલું કે, સંજય મોટરસાયકલ લઈને લીંબાસી પરમ જ્યોત સોસાયટી આગળ રોડ ઉપર બાઈક લઈને પડેલો છે. જેની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે રોડ ઉપર સંજય કાંતિભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૮) મૃત મળી આવ્યો હતો.આ યુવકનું મોટરસાયકલ સ્લીપ ખાતા ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હોવાનું જણાય આવેલું છે. આ બનાવ સંદર્ભે કમુબેન કાંતિભાઈ પરમારની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.