Get The App

કપડવંજના લાલ માંડવામાં શ્વાનનો આતંક : 5 વ્યક્તિને બચકાં ભર્યા

Updated: Sep 26th, 2024

GS TEAM

Google News
Google News
કપડવંજના લાલ માંડવામાં શ્વાનનો આતંક : 5 વ્યક્તિને બચકાં ભર્યા 1 - image

- તાલુકામાં રસી ઉપલબ્ધ કરાવવા માંગણી

- હડકાયું શ્વાન ગામમાં બે પશુઓ અને નજીકના ભોજાના મુવાડામાં પણ બે પશુઓને કરડયું

કપડવંજ : કપડવંજ તાલુકાના લાલ માંડવામાં મંગળવારે પાંચ વ્યક્તિઓ અને બે શ્વાનને હડકાયા શ્વાને બચકાં ભર્યા હતા. નજીકના ગામ ભોજાના મુવાડામાં પણ બે પશુઓને હડકાયું કુતરૂં કરડયું હતું. ભોગ બનનારા દર્દીઓને ગાંધીનગર અને નડિયાદ રિફર કરાયા હતા. 

કપડવંજ તાલુકામાં હડકાયા શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા કપડવંજ તાલુકાના વડોલ ગામમાં એક્ જ રાતમાં ૪૦ ગ્રામજનોને હડકાયા શ્વાન કરડયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ આંતરસુબા તેમજ આસપાસના વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં ૧૨ લોકોને શ્વાન કરડવાના કિસ્સા નોંધાયા હતા. તે પછી ફરી વડોલ ગામમાં સાત લોકોને શ્વાને બચકાં ભર્યા હતા. જ્યારે ગઈ કાલ તા. ૨૪મીને મંગળવારે કપડવંજ તાલુકાના લાલ માંડવામાં અંદાજે ૧૧ વાગ્યાંના સુમારે પાંચ વ્યક્તિઓ અને બે શ્ચાનને તેમજ નજીકના ગામ ભોજાના મુવાડામાં બે પશુઓને હડકાયું શ્ચાન કરડયું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે જે પાંચ વ્યક્તિઓને શ્ચાને બચકાં ભર્યા હતા તેમને નીરમાલી પીએચસી સેન્ટર લઈ જવાયા હતા. બાદ ત્યાંથી દર્દીઓને રીફર કરતા ગાંધીનગર તેમજ નડિયાદ ખાતે સારવાર કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. 

હાલ કપડવંજ તાલુકાના ગામડાઓમાં હડકાયાં કુતરાંઓના આતંકથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ત્યારે તાલુકામાં હડકાયા શ્વાન કરડવાની રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.