નડિયાદ છેતરપિંડીના ગુનામાં પતિ બાદ પત્નીની અટકાયત
- ગોલ્ડમાં રોકાણના નામે ઠગાઇ કરી
- મોટા નફાની લાલચ આપતા હતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી
નડિયાદ : નડિયાદ શહેરમાં રહેતા દંપત્તિએ દુબઈમાં ગોલ્ડના ધંધામાં રોકાણથી મોટો નફો થશેની લાલચ આપી જ્વેલર્સના વેપારી સાથે રૂ.૫૦ લાખની છેતરપિંડી કરી હતી. આ ગુનામાં નડિયાદ ટાઉન પોલીસે પતિની ધરપકડ કર્યા બાદ મંગળવારે આરોપીની પત્નીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ ચોકસી બજારના જ્વેલર્સના વેપારીને દુબઈમાં ગોલ્ડમાં રોકાણ કરવાથી વધારે નફો થવાની લાલચ આપી નીતિન છોટાલાલ નાઢા તથા તેની પત્ની સ્મિતા નાઢાએ રૂ.૫૦લાખની છેતરપિંડી કરી હતી.
આ છેતરપિંડી અંગે નડિયાદ ટાઉન પોલીસમાં દંપતી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં નડિયાદ ટાઉન પોલીસે નીતિન છોટાલાલ નાઢાને ઝડપી પાડયો હતો. જ્યારે તેની પત્ની મળી આવેલ નહીં જેમાં નડિયાદ ટાઉન પોલીસે મંગળવારે સ્મિતા નીતિનભાઈ નાઢાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.